મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને આત્મનિર્ભર બનવા અને લોકલ ધંધાઓ, વસ્તુઓને વેગ આપવાની વાત કરી હતી. આ માટે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની પણ જાહેરાત કરી હતી. ગુજરાતમાં આ અંગે લોકડાઉન 4 દરમિયાન ઘણી બાબતો પર છૂટછાટ અપાઈ છે. લોકો પણ આટલા દિવસોથી બંધ હતા તેની સાથે જ હાલ માર્કેટ તરફ દોટ મુકી રહ્યા છે. હાલમાં લોકોને ધંધાઓ લાંબા સમયથી બંધ રહ્યા જે બાદ ફરી ઊભા થવા સરકારે તેમની માટે લોકનની વ્યવસ્થા કરી છે. આ લોનના ફોર્મનું આવતીકાલથી બેન્કમાં વિતરણ શરૂ થઈ જશે.

સીએમઓ સચિવ અશ્વિની કુમારે આજે પત્રકાર પરિષદમાં કહ્યું કે, લોકોને જાર અને માર્કેટમાં ધસારો ન કરવા માટે અપીલ કરી હતી. સાથે જણાવ્યું હતું કે, તમામ નિયમોનું કડક પાલન કરવા CM રૂપાણીએ અનુરોધ કર્યો છે. આપણને કોરોનાના સંક્રમણ સાથે જીવતા શિખવાનું છે. આ ઉપરાંત આત્મનિર્ભર યોજનાને લઈ તેઓએ જણાવ્યું કે, આત્મનિર્ભર ગુજરાત મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. આત્મનિર્ભર ગુજરાતમાં રૂ.5000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અને આવતીકાલથી બેંકમાંથી આત્મનિર્ભરના ફોર્મ મળશે. આ યોજનાથી નાના વેપારીઓને લાભ મળશે અને બેંકના માધ્યમથી એક લાખ સુધીનું ધિરાણ મળશે.