મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ એક તરફ કોરોનાનો કહેર છે બીજી તરફ અંધ શ્રદ્ધા કોરોનાના નામે ઘેરી બનતી જાય છે. ઉત્તર ગુજરાતના અનેક ગામડાઓમાં લોકોએ કોરોનાને બળીયા દેવ કહેર હોવાની વાત સાથે વાસી ભોજન લેવાનું શરૂ કર્યું છે.

કોરોના એક એવી બીમારી છે જે બળીયા દેવનો કહેર છે તેવી અંધશ્રદ્ધામાં ઉત્તર ગુજરાતના અનેક ગામડાઓએ સવારનું ભોજન બનાવવાનું બંધ કરી દીધું છે. બળીયા દેવની માનતા પ્રમાણે વાસી ખાવાથી બળીયા દેવનો કોપ શાંત થાય તેવી માનતા પ્રવર્તી રહી છે. જેના કારણે ઉત્તર ગુજરાતના અનેક ગામડાઓમાં સવારનું રાંધવાનું બંધ થયું છે.

કોરોનામાં અથવા કોઈપણ બીજી બીમારીમાં તાજુ ભોજન લેવું જરૂરી છે, પરંતુ કોરોના એ બળીયા દેવનો કોપ છે તેવું માનનારા વર્ગે સવારના ભોજન બનાવવાનું બંધ કરી દીધું છે. સાંજનું બનાવેલું ભોજન બીજા દિવસે સવારે જમવામાં આવે છે. હવે આ સમગ્ર મામલો ધાર્મિક માન્યતાને આધારે આગળ વધી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર, ધાર્મિક આગેવાનો અને સામાજીક આગેવાનોએ લોકોમાં આ અંગેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ.