મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ભારત સરકાર દ્વારા 2017માં નોટબંધી કર્યા બાદ ગુજરાતમાં હજુ પણ ચલણી નોટો મળી આવવાનો સિલસિલો યથાવત છે ત્યારે ગુજરાત ATSએ 99.49 લાખ રૂપિયાની પ્રતિબંધિત ચલણી નોટોનો જથ્થો ગાંધીનગર સેકટર 28માં બગીચા પાસેથી પકડી પાડ્યો છે. મહત્વનું છેકે આ જૂની પ્રતિબંધિત ચલણી નોટોના જથ્થા સાથે પોલીસે એક વ્યકતિની ધરપકડ પણ કરી છે.

મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા પણ ગોધરા વિસ્તારમાં આવું જ ઓપરેશ કરી બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.


 

 

 

 

સૂત્રોના જણાવ્યા અનુસાર માર્કેટિંગ વ્યવસાય સાથે સંકળાયેલ મનીષ સંઘાણી નામના શખ્સની ATSએ ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ શખ્સ મૂળ મોરબી-હળવદનો રહેવાસી છે. જેની ગાંધીનગર સેકટર 28માં બગીચા પાસેથી જૂની પ્રતિબંધિત ચલણી નોટોનો જથ્થો કારમાંથી ATSએઝડપી પાડ્યો છે.

મહત્વનું છેકે આ કામગીરીમાં ગુજરાત ATS અને મરીન ટાસ્ક ફોર્સના સંયુક્ત ઓપરેશનમાં આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. જેમાં જૂની ચલણી 1000ની 8781 નોટ અને 500ની 2318 નોટ કુલ મળીને 11,099 નોટોનો 99 લાખ 49 હજારનો જથ્થો ઝડપી પાડ્યો છે.