મેરાન્યૂઝ નેટવર્ક.પંચમહાલ, શહેરા: પંચમહાલ જીલ્લાના શહેરા તાલૂકાના ખોજલવાસા ગામે આમ આમ આદમી પાર્ટી દ્વારા જનસંવેદના મૂલાકાત કાર્યક્રમ યોજાયો હતો. જેમા પ્રદેશ પ્રમૂખ ગોપાલ ઈટાલીયા, આપ નેતા ઇસુદાન ગઢવી સહિતના નેતાઓએ હાજર રહીને કોરોનામાં અવસાન પામેલા મૃતકોને શ્રધ્ધાજંલી પાઠવી હતી. કાર્યક્રમમાં બહોળી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલૂકાના ડાંગરીયા અને સૂલિયાત બાદ શહેરા તાલૂકાના ખોજલવાસા ગામમાં જનસંવેદના મૂલાકાત કાર્યક્રમ  યોજાયો હતો. આપ નેતા ઈસુદાન ગઢવી અને પ્રદેશ પ્રમૂખ ગોપાલ ઇટાલીયાનું સ્વાગત કરવામા આવ્યુ હતું. કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોની તસવીરને ફુલ ચઢાવીને શ્રધ્ધાજંલી પાઠવી હતી.આપનેતા ઈસુદાનભાઈ ગઢવીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, " દિલ્લીમાં અરવિંદ કેજરીવાલની સરકારે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આર્થિક સહાય આપી છે. ભાજપ સરકારે પણ તેમના પરિવારજનોને સહાય આપવી જોઈએ. તેના બદલે જન આર્શિવાદ યાત્રા કાઢી છે. જે તેમનુ અપમાન છે. પંચમહાલમા અમારી જનસંવેદના મુલાકાતમાં બહોળા પ્રમાણમા લોકો જોતા એવું લાગે છે. ભાજપની લોકો ત્રાસી ગયા છે. કોંગ્રેસ પાર્ટી ગમતી નથી. આમ આદમી પાર્ટીના જનસંવેદના કાર્યક્રમમા લોકો આવી રહ્યા છે. 2022 ની વિધાનસભાની ચૂંટણીને લઇને વધુમા ઉમેર્યુ હતુ કે આમ આદમી પાર્ટી વિધાનસભાની તમામ 182 બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉતારશે અને ભારી બહુમતીથી જીત મેળવીશુ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
 

Advertisement