મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: અમદાવાદમાં આજે સંવિધાન દિવસ નિમિત્તે ગોમતીપુર વિસ્તારમાં સંવિધાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મુખ્ય અતિથિઓ જ સમયસર ન આવતા યાત્રા 4 વાગેની જગ્યાએ 5.15 વાગે જેવી કાઢવામાં આવી. ગોમતીપુરના કામદાર મેદાનથી ખડીવાળી ચાલ સુધી આ યાત્રા કાઢવામાં આવી હતી. યાત્રા બાદ ખાડીવાળી ચાલમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

યાત્રામાં પ્રદેશ મહામંત્રી પ્રદપસિંહ વાધેલા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, શહેર અધ્યક્ષ અમિત શાહ અને ધારાસભ્ય હિતુ કનોડિયા હજાર રહ્યા હતા. જો કે યાત્રાનો સમય 4 વાગેનો હતો અને અતિથિઓ 5 વાગે આવ્યા હતા. જેને કારણે યાત્રા શરૂ કરવામાં મોડું થઈ ગયું હતું. આ યાત્રામાં ભાગ લેવા માટે ગોમતીપુર વિસ્તારના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હજાર રહ્યા હતા.

એક તરફ મહામારીની ત્રીજી લહેરની સંભાવના દર્શાવવામાં આવી રહી છે તો બીજી તરફ ભાજપના આ કાર્યક્રમમાં ગાઈડલાઈન કરતા વધારે લોકો એકત્રિત થયાં હતાં. મોટા ભાગના લોકોએ મહામારીને અવગણીને માસ્ક પણ પહેર્યા ન હતા.