મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરી વિકાસને ગતિ આપવા એક જ દિવસમાં આઠ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. અમદાવાદની પાંચ ડ્રાફટ ટી.પી. સ્કીમ, ભાવનગર-રાજકોટ પ્રત્યેકની એક ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ અને પાટણની એક પ્રિલિમિનરી સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. સરકારે વિશ્વાસ વ્યકત કર્યો છે કે, સાત ડ્રાફ્ટ ટી.પી સ્કીમથી ૭૨.૩૪ હેકટર અને એક પ્રિલિમિનરી સ્કીમથી ૧૩.૯૭ હેક્ટર મળી કુલ ૮૬.૩૧ હેકટર જમીન શહેરી વિકાસ કામો માટે સંપ્રાપ્ત થશે. ડ્રાફ્ટ સ્કીમોની મંજૂરીથી શહેરી વિસ્તારોમાં આંતરમાળખાકીય સવલતો ઉભી થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરી વિકાસને ગતિ આપવા ચાર શહેરોની કુલ આઠ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ મંજૂર કરેલી સાત ડ્રાફટ સ્કીમોમાં અમદાવાદના નરોડામાં ટી.પી. સ્કીમ નં. ૧ર૪-એ, બી, સી, ડી, અને સાંતેજમાં ટી.પી. સ્કીમ નં. ૧૫૩, રાજકોટની વાવડીમાં ટી.પી. સ્કીમ નં. રપ તેમજ ભાવનગરના સીદસરમાં ટી.પી. સ્કીમ નં. ર૮ નો સમાવેશ થાય છે.
Advertisement
 
 
 
 
 
અમદાવાદ, રાજકોટ અને ભાવનગરની આ ૦૭ ડ્રાફટ ટી.પી. સ્કીમો મંજૂર થવાથી કુલ ૭ર.૩૪ હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આ ઉપરાંત પાટણ વિસ્તારની ૦૧ પ્રિલીમીનરી સ્કીમને પણ મંજુરી આપવામાં આવી છે. જેનાથી કુલ ૧૩.૯૭ હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આમ, રાજ્યના કુલ ૪ શહેરોની ૮ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થવાથી સમગ્રતયા ૮૬.૩૧ હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ૮ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થતા સંપ્રાપ્ત જમીન પર સંબંધિત સત્તામંડળ જાહેર સુવિધા અને વિકાસ કામો કરી શકશે. આ ચાર શહેરોમાં સંપ્રાપ્ત જમીન પર સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાંણ, ખૂલ્લી જગ્યા, બાગ-બગીચાનું નિર્માણ થઇ શકશે તેમજ આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટેની જમીન પણ ઉપલબ્ધ બનશે. તેવી જાહેરાત સરકાર દ્વારા કરવમાં આવી છે.
ચાર શહેરોની કુલ ૮ ટાઉન પ્લાનીંગ સ્કીમો મંજૂર થતા રાજ્યના નગરોના સુગ્રથિત અને સુઆયોજીત ઝડપી વિકાસની નેમ સાકાર થશે તેવો વિશ્વાસ સરકારે વ્યકત કર્યો છે.