મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગુજરાત સરકારમાં મુખ્ય સચિવની નિયુક્તિ બાદ બદલીનો એક રાઉન્ડ આવે તેવી શક્યતા હતી અને મહત્ત્વના વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે રાજ્યસરકારે બદલીઓના હુકમ કર્યાં છે. રાજ્યમાં ફરી એક વાર IAS અધિકારીઓ અને GAS અધિકારીઓની મોટા પાયે સાગમટે બદલી કરવામાં આવી છે. ગુરૂવારે મોડી રાત્રે ગાંધીનગરથી  બદલીઓનો ગંજીફો ચીપાયો છે. આ બદલીઓના દોરમાં રાજ્યના 25 IAS અધિકારી અને ડે.કલેક્ટરો તેમજ GAS અધિકારીઓની બદલી થઈ છે. 

જેમાં ચાર સચિવ કક્ષાના  અને બાકીના 21 કલેક્ટર, DDO અને આસિસ્ટન્ટ કલેક્ટર કક્ષાના અધિકારીઓ સહિત 24 IAS બદલીના હુકમ થયાં છે. જ્યારે દસ અધિકારીઓને પ્રમોશન સાથે બદલી કરાઇ છે. બંદર અને વાહન વ્યવહારવિભાગના અગ્રસચિવ સુનયના તોમરને ઉર્જા વિભાગમાં ખસેડાયા છે. આશ્ચર્યજનકરીતે અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાની બદલીની વાતો વચ્ચે તેમને ખસેડાયા નથી.

નામ હાલની જગ્યા બદલી-બઢતી જગ્યા
સુનયના તોમર PS, વાહનવ્યવહાર અગ્ર સચિવ, ઉર્જા
કમલ દયાણી અગ્ર સચિવ, GAD વાહનવ્યવહારનો ચાર્જ
એસ જે હૈદર ગ્રામ વિકાસ કમિશનર MD,ગુજરાત ST
મનોજ અગ્રવાલ અગ્ર સચિવ, સામાજિક ન્યાય ગ્રામ વિકાસ કમિશ્નર
સોનલ મિશ્રા MD, ગુજરાત ST સચિવ, જળસંપત્તિ
દિલિપ કુમાર રાણા કલેક્ટર, આણંદ આદિજાતિ વિકાસ કમિશ્નર
નાગરાજન એમ કલેક્ટર, કચ્છ-ભૂજ નિયામક, ઉચ્ચ શિક્ષણ
રણજિતકુમાર જે આદિજાતિ વિકાસ કમિશ્નર કમિશનર, MSME
આર જી ગોહિલ ડીડીઓ, નવસારી કલેક્ટર, આણંદ
પ્રવીણા ડી કે કલેક્ટર, સાબરકાંઠા કલેક્ટર, કચ્છ
સી જે પટેલ નિયામક, લેબર કલેક્ટર, સાબરકાંઠા
સી એમ પાડલિયા ડીડીઓ, અમરેલી સંયુ. સચિવ, સામાજિક ન્યાય
ગાર્ગી જૈન ડીડીઓ, ખેડા-નડીયાદ ના. સ., મહિલા-બાળવિકાસ
ડી એસ ગઢવી સંયુ. સચિવ, સામાજિક ન્યાય ડીડીઓ, ખેડા
કે એલ બચાણી Dy MC, અમદાવાદ મ્યુનિ જોઇન્ટ MD, GIDC
જી એચ ખાન CPO, આરોગ્ય કમિશ્નર ડેપ્યુટી ડીરે. જનરલ, સ્પીપા
ડો. વિપિન ગર્ગ આસિ. કલેક્ટર, વડોદરા ડીડીઓ, નવસારી
શાલિની દુહાન આસિ. કલેક્ટર, બોડેલી નાયબ સચિવ,ઉર્જા
નીતિન સાંગવાન આસિ. કલેક્ટર, વેરાવળ Dy MC, અમદાવાદ મ્યુનિ
ભવ્ય વર્મા આસિ. કલેક્ટર, સુરેન્દ્રનગર નિયામક, લેબર
ડો. નવનાથ ગવ્હાણે આસિ. કલેક્ટર, સાબરકાંઠા CPO, આરોગ્ય કમિશ્નર
દેવ ચૌધરી આસિ. કલેક્ટર, અમદાવાદ સ્પેશિયલ કમિ, SBM
રવિન્દ્ર ખટાલે આસિ. કલેક્ટર, વલસાડ નાયબ સચિવ, કૃષિ
યોગેશ ચૌધરી આસિ. કલેક્ટર, જામનગર MD, DGVCL
તેજસ પરમાર આસિ. કલેક્ટર, દાહોદ ડીડીઓ, અમરેલી
ડો ઓમ પ્રકાશ આસિ. કલેક્ટર, રાજકોટ Dy MC, અમદાવાદ મ્યુનિ.