મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાતમાં એક તરફ વાયુ વાવાઝોડાનું સંકટ આવ્યું છે ત્યારે બીજી તરફ અંબાજીમાં ફરી એક વખત આજે સાંજે 4 વાગ્યેને 17 મિનિટે 2.3 ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના કારણે સ્થાનિક લોકો ગભરાઇને ઘરની બહાર નિકળી ગયા હતા. જો કે જાનમાલના નુકશાનના કોઈ અહેવાલ નથી. ભૂકંપનો આ આંચકો માત્ર ચાર-પાંચ સેકન્ડ માટે જ અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર અમીરગઢના કેંગોરામાં હોવાનું જણાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે પણ અંબાજીમાં 4 ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.