મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: પતિ-પત્ની ઓર વો જેવી સ્ટોરીમાં અંત સુધી આવી પહોચેલ દંપતીના સુખી સંસારને તૂટતો બચાવી લઇ ૧૮૧ની ટીમે પ્રસંસનીય કામગીરી કરી છે. પતિ-પત્ની વચ્ચે ગેરસમજ અને માસુમ બાળકોના ભવિષ્ય સામે ઉભા થયેલ સવાલોના સમજણ પૂર્વકના જવાબો વાળી ૧૮૧નિ ટીમે દંપતી વચ્ચેનો ખટરાગ દુર કરાવ્યો હતો અને ફરીથી બંને વચ્ચે સંબંધો પ્રસ્થાપિત કર્યા હતા.

જામનગર ૧૮૧ની ટીમને શનિવારે એક મહિલાનો ફોન આવે છે.પોતાનો પતિ દોઢ વર્ષના બાળકને લઇ જતો રહ્યો છે એવી મહિલાએ ફરિયાદ કરી હતી . જેને લઈને ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આ કિસ્સાને સમજ્યો હતો. જેમાં મહિલાના લગ્નને 3 વર્ષ થયા, દોઢ વર્ષની એક બાળકી છે અને પતિને પહેલા જ એક છોકરી સાથે સબંધ હોવાથી બન્ને વચ્ચે ઝઘડા થતા હતા અને પતિના મોબાઇલમાં મહિલાએ અન્ય છોકરી સાથે ફોટો હોવાથી પરીવારના સભ્યોને બતાવાયા હતાં અને કુટુંબીજનોએ તેમના પતિને સમજાવ્યો હતો. પરંતુ મહિલા 15 દિવસથી રીસામણે હોવાથી પતિ ઘરે આવી બાળકીને લઇ જતા 181ની મદદ લેવામાં આવી છે. બાદમાં 181ના કાઉન્સેલર સરલા ભોયા, કોન્સટેબલ કલ્પના કણજારીયા તથા પાયલોટ રમેશભાઇ દ્વારા બન્નેનું કાઉન્સેલિંગ કરી ભવિષ્ય અંગે સમજાવતા પતિ-પત્ની વચ્ચે થયેલ મતભેદો દુર થયા હત અને પત્ની પતિ સાથે રહેવા રાજી થઇ જતા સાસરિયામાં મહિલા જતી રહી હતી અને પતિને બીજી વખત આવી ભુલ ન કરવા સમજાવતા પતિએ ભુલ સ્વીકારી હતી. આમ 181 ટીમે પતિ-પત્ની વચ્ચે થયેલ મતભેદો દુર કરી ફરી લગ્ન જીવનની શરૂઆત કરાવી પ્રસંસનીય કામગીરી કરી છે.