મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે માર્ચ 2019માં લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનું પરિનામ તારીખ 21 મે મંગળવારના રોજ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર ઓનલાઇન મુકાશે. જ્યારે તેની માર્કશીટ શાળામાંથી સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમિયાન મેળવવાની રહેશે. સાથે જણાવાયું છે કે સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ પણ 21 મે નાં રોજ બોર્ડની વેબસાઇટ પર મુકાશે.