મેરાન્યૂઝ નેટવર્ક, પોરબંદર: રાજ્ય સરકારે શરૂ કરેલી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના કારણે ઈમરજન્સી કેસમાં અનેક લોકોને સારવાર આપી અને જીવ બચાવે છે. પ્રસુતિના કેસમાં પણ પ્રસુતાને સમયસર હોસ્પિટલ ખાતે પહોચડાવની કામગીરી કરે છે. પોરબંદર ૧૦૮ એમ્બયુલન્સે પ્રસતા હોસ્પિટલ સુધી પહોંચી શકે તેમ ન હોવાથી હાઈવે ઉપર જ પ્રસુતિ કરવી અને પ્રસુતા એ ટ્વિન્ટ્સ બાળકીઓને જન્મ આપ્યો હતો.

રાણવાવા તાલુકાના ખંભાળા નેશમાં રહેતી મધુબેન કાનાભાઈ કોડીયાતર નામની સર્ગભા મહીલાને વહેલી સવારે ચાર વાગ્યે પ્રસતિની પીડા ઉપડાતા તેમણે ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરતા ઈએમટી વિશાઈ ભાલોડીયા અને પાયલોટ રાણાભાઈ ગરચર તાત્કાલીક દોડી ગયા હતા અને સર્ગભ મહીલાને સારવાર માટે પોરબંદરની રૂપાળી બા લેડી હોસ્પિટલ ખાતે લાવતા હતા. તે દરમ્યાન રાણવાવ હાઈવે ઉપર જ મધુબેનને અસહ્ય પીડા ઉપડી હતી. આથી ૧૦૮ની ટીમે હાઈવે ઉપર જ પ્રસુતિ કરવી હતી અને મહિલા એ ફુલ જેવી ટ્વિન્ટ્સ બાળકીઓને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ માતા અને બે બાળકીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યા તેમની સ્થિતી સારી હોવાનુ જાણવા મળી રહ્યું છે.