ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): કેન્દ્રના નાણાં મંત્રાલયે સર્વસમાવેસી સર્વમાન્ય સુધારેલી ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમના અમલ માટેનો સત્તાવાર મેમો રિઝર્વ બેંકના ગવર્નર, સેબી, સ્ટેટ બેંક, બ્યૂરો ઓફ ઇંડિયન સ્ટાન્ડર્ડ અને કોમોડિટી એક્સચેંજોને ૯ ફેબ્રુઆરી મોકલી આપ્યો છે. પરંતુ આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન હજુ સુધી સરકારે બહાર પાડ્યું નથી, એમ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું. જો આ યોજનાનો અર્થપૂર્ણ અમલ થશે તો, સરેરાશ વાર્ષિક ૧૦૦થી ૧૫૦ ટન સોનાની  આયાતમાં ઘટાડો થવાની સંભાવના વધી જશે. આ યોજનાથી પરિચિત જાવેલરો અને બુલિયન ડિલરો તેના અમલ માટે અત્યંત ઉત્સુક અને બે હાથે ટાળી પાડીને વધાવી લેવા તૈયાર છે. એમ ઇંડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશનના સેકરેટરી સુરેન્દ્ર મહેતાએ વ્યાપારને કહ્યું હતું.

મંત્રાલયના ઉક્ત સૂત્રએ કહ્યું હતું કે અમે તમામ નેશનલાઈઝડ બેન્કોને ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં હિસ્સેદારી કરવાનું કહી દીધું છે. બધાજ શહેરોની ૩૩ ટકા જાહેરક્ષેત્રની બેન્કોને આ યોજનામાં હિસ્સેદારી કરવા તૈયાર રહેવાનું પણ કહી દેવામાં આવ્યું છે. દરેક બેંક શાખામાં આ યોજનાના ખરીદ-વેચાણ માટે તત્કાળ ધોરણે બે કર્મચારીને અલગથી ફાળવાનું પણ કહેવામાં આવ્યૂ છે. આ યોજનામાં ભાગ લેવા માટે ખાનગી બેન્કોને પણ આમંત્રિત કરવામાં આવી છે. આ સંદર્ભના તમામ ધારાધોરણો રિઝર્વ બેંક તૈયાર કરશે. 


 

 

 

 

 

સુરેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે ઓફિસ મેમોરેન્ડમ અને અન્ય દસ્તાવેજમાં જે રીતે સ્પષ્ટતા કરવામાં વી છે તે જોતાં, આગેવાન જ્વેલરો, જ્વેલરી ચેઇન દુકાનો જેઓ બ્યૂરો ઓફ ઇંડિયન સ્ટાન્ડર્ડ સાથે રજિસ્ટર્ડ છે અને બેંકો દ્વારા નિયુક્તિ પામ્યા છે, તેમને ગોલ્ડ મોબોલાઇઝેશન કલેક્શન અને ટેસ્ટિંગ એજન્ટ તરીકેની કામગીરી સોંપવામાં આવશે.

બુલિયન એનાલિસ્ટ ભાર્ગવ વૈધયએ કહ્યું હતું કે જે જ્વેલરો અને બુલિયન ડિલરો ગોલ્ડ મોબોલાઇઝેશન કલેક્શન એન્ડ ટેસ્ટિંગ એજન્ટ તરીકે કામગીરી બજાવવા માંગતા હશે, તેમણે ઇંડિયન બેંક એસોસિયેશન સાથે મળીને આરબીઆઇ, બેંક અને જ્વેલર્સના સહયોગમાં રહીને જ્વેલર્સનો અનુભવ, લઘુતમ વાર્ષિક ટર્નઓવર તેમની પાસેના પયોરિટી તપાસવાના પ્રમાણિત સાધનો, ક્રેડિટ ઇતિહાસ જેવા મુદ્દાઓની સ્પષ્ટતા કરવાની રહશે. 

આમ બુલિયન સાથે સંકળાયેલા તમામ વેપારને આવરી લેવામાં આવતા લોકો પાસે પડેલું બીન-ઉત્પાદકીય સોનું બજારમાં આવશે, જેનો ઉપયોગ પુન: ભારતીય બુલિયન અને જ્વેલરોની ઉત્પાદકીય ચેનલમાં મોકલવામાં આવશે. એ સાથે જ સોનાની જબ્બર આયાતને તબક્કાવાર બ્રેક લાગશે અને દેશનું ધરખમ વિદેશી હૂંડિયામણ બચાવી લેવામાં આવશે એમ મેસર્સ મેઘાજી વનેચંદના અનિલ સંઘવી કહ્યું હતું. તેમણે કહ્યું કે આ યોજનામાં સોનાની શુધ્ધતનો ખુબજ આગ્રહ રાખવામાં આવ્યો હોવાથી ગ્રાહકો પણ તેમઆ પોતાની હિસ્સેદારી કરવા મુક્ત મને આગળ આવશે. 

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)