મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: રૂપિયા ૩૩.૬૫ કરોડની વસુલાત માટે ૫૦ પેટ્રોલ પંપ પર આજે ૫૦ જેટલા પેટ્રોલપંપ ઉપર રાજ્યવ્યાપી સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમાં પેટ્રોલપંપ માલિકો દ્વારા સરકારને કાયદેસરનો ભરવા પાત્ર વેટ ભરવામાં ન આવતો હોવાની માહિતીના પગલે સરકારના GST વિભાગે આ કાર્યવાહી હાથ ધરી હતી.

આજે GST વિભાગે ૫૦ જેટલ પેટ્રોલપંપ પર કરેલી સ્થળતપાસમાં બહાર આવ્યું હતું કે પેટ્રોલપંપના કેટલાક વેપારીઓ વેટ નોંધણી નંબરો રદ થઇ ગયા હોવા છતાં પણ ધંધો કરે છે અને વેટ ભરતાં નથી. આ કારણોસર થઈને GST વિભાગે જુદી જુદી પેટ્રોલીયમ કંપનીઓએ રાજ્યના પેટ્રોલપંપને કરેલ વેચાણની વિગતો મેળવી આવા પેટ્રોલપંપ દ્વારા વેચાણ કરવામાં આવેલ પેટ્રોલ-ડીઝલ વગેરે ઉપર ભરવાપાત્ર ભરાયો છે જ નહી. તપાસ દરમિયાન  GST વિભાગની ટીમોને જાણવા મળ્યું  કે ૧૫ જેટલા પેટ્રોલપંપની નોંધણી નંબર રદ થઇ ગયા હોવા છતાં તેઓ ધંધો કરતાં હતા.

આ પ્રાથમિક ચકાસણીમાં કુલ રૂ. ૩૩.૬૫ કરોડની વસુલાત કરવાની થઇ હોય અધિકારીઓએ આવા વેપારીઓની મિલકતો અને તેમન બેંકના ખાતાઓને નિયમ પ્રમાણે સીઝ કરવા કાર્યવાહી શરુ કરી છે અને જો વેપારીઓ આ વેરો નહી ભરે તો આગળ વધુ કાર્યવાહી કરવામાં આવશે એમ GST વિભાગે માહિતીમાં જણાવ્યું છે. GST વિભાગે આજે રાજ્યના અમદાવાદ, કચ્છ સહીત સમગ્ર રાજ્યમાં તપાસ હાથ ધરી હતી.