મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ભારતના નિયંત્રક એ મહાલેખા પરીક્ષક (CAG)નો સામાન્ય અને સામાજિક ક્ષેત્રનો માર્ચ ૨૦૧૭નો અહેવાલ જે વિધાનસભાના આ સત્રમાં ગૃહના મેજ પર મુકવામાં આવ્યો જેમાં  નોંધવામાં આવ્યું છે કે ૫૦૪ કરોડનો દાવો અનધિકૃત હતો. આ રિપોર્ટમાં અ બહાર આવ્યું કે આવક ન કરતા રૂટ દોડાવવામાં આવતી એક્સપ્રેસ બસો ખોટ કરી રહી છે અને એ ફરજીયાત ન હોવા છતાં નિગમ બસો દોડાવી ખોટ કરીને પછી સરકાર પાસે સહાય માંગે છે અને ખાનગી પાર્ટી અને પોલીસ વિભાગ પાસે મોટી રકમોની વસુલાત બાકી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.

આ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે કોઈ ટ્રીપને નિગમે ફરજીયાત તરીકે કેવી રીતે વર્ગીકૃત કરવી તે બાબતે નિગમ પાસે દફતરે કોઈ માહિતી ઉપલબ્ધ ન હતી જેથી સામાન્ય ટ્રીપ્સના ૭૦થી ૯૩ ટકા અને એક્ષ્પ્રેસ ટ્રીપ્સના ૪૩થી ૬૮ ટકા બિન-કિફાયતી હતા જેના માટે તે ફરજીયાત માની લઈને રોકડ સહાયનો દાવો કરવામાં આવતો હતો. નિગમે બિન-કિફાયતી માર્ગો પર એક્ષ્પ્રેસ બસો દોડાવવાનું ફરજીયાત ન હતું છતાં બિન-કિફાયતી એક્સપ્રેસ ટ્રીપ્સ માટે રૂ. ૫૦૪ કરોડનો અનધિકૃત દાવો કર્યો હતો.

આ આંકડામાં છેલ્લા પાંચ વર્ષમાં નિગમે ગુજરાત સરકાર પાસે ૧૪૨૯ કરોડની સહાયનો દાવો કર્યો અને જેમાં બિન-કિફાયતી એક્સપ્રેસ ટ્રીપ્સ માટે રૂ. ૫૦૪ કરોડનો અનધિકૃતદાવો કર્યો હતો.

કેગે નોંધ્યું છે કે નિગમ કાર્યક્ષમતાના પરિણામો પરિપૂર્ણ ન કરવા માટેના દંડની યોગ્ય ગણતરી, શહેરી સેવાઓનો કારણે નુકસાન માટે રોકડ સહાયનો યોગ્ય દાવો અને બિન-કિફાયતી માર્ગો પર એક્સપ્રેસ બસોના સંચાલન માટે અનધિકૃત દાવાના ઓડીટ અવલોકન પર તેમાં કોઈ ઉલ્લેખ નથી.

રાજ્યમાં વડોદરા બસ મથકમાં બળતણ મથક ૯ કિમી દુર હોવાથી ઇંધણ વધારાનું વપરાતું અને એના કારણે વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૭ સુધી રૂ. ૨.૧૮ કરોડની ખોટ નિગમને થઇ અને નવા કેન્દ્રિય મથકોમાં બળતણમથકની કોઈ જોગવાઈ ન હોવાને કારણે આ પરિસ્થિતિ ઊભી થઇ છે.