મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: ગ્રેટા થનબર્ગ ટૂલકિટ કેસમાં, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે બેંગલુરુથી 21 વર્ષની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ કરી છે. 21 વર્ષિય આ એક્ટિવિસ્ટ ફ્રાઈડે ફોર ફ્યૂચર કેમ્પેઈનના ફાઉન્ડરોમાંથી એક છે. જણાવી દઈએ કે 4 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસે ટૂલકીટ સંબંધિત કેસ નોંધ્યો હતો. આરોપ છે કે દિશા રવિએ કિસાનોમ સાથે સંકળાયેલ ટૂલકીટ એડિટ કરી અને તેમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને આગળ મોકલી દીધી. દિલ્હીની પટિયાલા કોર્ટમાં તેને રજુ કરવામાં આવી હતી. જ્યાં કોર્ટે તેને 5 દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા હતા.
પોલીસે એક પ્રેસનોટ જાહેર કરતાં કહ્યું કે, ટૂલકિટ મામલામાં ફાઈલ ફરિયાદ અંતર્ગત ગુનાહીત ષડયંત્ર રચવાના આરોપમાં 22 વર્ષની દિશા રવિની ધરપકડ કરાઈ હતી. જોકે હજુ રિમાન્ડ મળ્યા પછી તપાસ ચાલુ છે. પોલીસે એવો આરોપ લગાવ્યો છે કે, ટૂલકિટ મામલો ખાલિસ્તાની ગ્રુપને ફરી જીવતું કરવા અને ભારત રકાર સામે એક મોટું ષડયંત્ર રચવાનો છે. દિશા રવિ પર આરોપ છે કે તેણે ટૂલકિટને એડિટ કરી છે અને પોલીસનું કહેવું છે કે આ મામલામાં હજારો લોકો સામેલ છે અને તેણે 3 ફેબ્રુઆરીએ ટૂલકિટ એડિટ કરી હતી. તેનો મોબાઈલ મળ્યો પરંતુ ડેટા ડિલીટ કરી દેવાયો છે.
 
 
 
 
 
દિશા બેંગ્લોરની પ્રતિષ્ઠિત મહિલા કોલેજમાં સમાવિષ્ટ માઉન્ટ કાર્મેલની વિદ્યાર્થી છે. જાણકારી મુજબ દિશા રવિને શનિવારે ઉત્તર બેંગલુરુથી દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે દ્વારા કથિત રીતે 'ઉઠાવી લેવામાં' આવી હતી.દિશાને ખેડૂત આંદોલન સાથે સંકળાયેલ ટૂલકિટ ફેલાવવા માટે પૂછપરછ કરવામાં આવશે.
જણાવી દઈએ કે સ્વીડનની 18 વર્ષની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ભારતમાં ચાલી રહેલા ખેડુત આંદોલનને લઈને સમર્થન આપતા ટ્વીટ કર્યું હતું. આરોપ છે કે તેણે એક ટૂલકીટ પણ ટ્વીટ કરી હતી. જેમાં ભારતમાં અસ્થિરતા ફેલાવવાને લઈને ષડ્યંત્રનો પ્લાન હતો. જેને લઈને દિલ્હી પોલીસે તેની સામે ફરિયાદ નોંધી હતી. જેમાં તેના પર ગુનાહિત કાવતરું અને જૂથોમાં દુશ્મની ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી હતી કે આ ટૂલકિટ એક સોશિયલ મીડિયા હેન્ડલ પરથી મળી છે, પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે, કેસ ગ્રેટાના ટૂલકિટવાળા ટ્વીટના આધારે કરવામાં આવ્યો છે. પરંતુ ગ્રેટા સામે કેસ નથી નોંધાયો.
કેસ નોંધાયા બાદ પણ ગ્રેટાએ ખેડૂત આંદોલનને સમર્થન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.