મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: આગામી ડિસેમ્બર માસના દિવસોમાં અરવલ્લી જિલ્લાના ગ્રામ્યવિસ્તારોમાં સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે  ત્યારે જિલ્લા કલેકટર દ્વારા મોડાસા તાલુકાની 59 ગ્રામપંચાયતોના સરપંચ પદ માટેની બેઠકોના પ્રકાર જાહેર કરતી યાદી પ્રસિદ્ધ કરતા ક્યાંક વિરોધનો સુર વ્યક્ત કરી પદ માટે  નિરાશા સાંપડી હોય તેવું લાગી રહ્યું છે.

મોડાસા તાલુકાની 59 ગ્રામપંચાયતોમાં સરપંચ પદ ની ચૂંટણીઓ આગામી સમયમાં યોજાનાર છે ત્યારે તેની તૈયારી ના ભાગ સ્વરૂપે અરવલ્લી જિલ્લા કલેકટર ડૉ. નરેન્દ્રકુમાર મીના દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે.આ યાદી મુજબ મોડાસા  તાલુકાની 59 ગ્રામ પંચાયતો પૈકીની 6 ગ્રામપંચાયતોમાં અનુસૂચિત જાતિની 3 મહિલા બેઠક અને 3 પુરુષ બેઠક અનામત રખાઈ છે.જ્યારે અનુસૂચિત આદિજાતિની 1 સ્ત્રી બેઠક અને 1 પુરુષ ફાળવવામાં આવી છે.આ સિવાય શારીરિક શૈક્ષણિક પછાત વર્ગની કુલ 6 બેઠકો પૈકી 3 સ્ત્રી અને 3 પુરુષો માટે ફાળવવામાં આવી છે.

Advertisement


 

 

 

 

 

જ્યારે મોડાસા તાલુકાની બાકીની 45 બેઠકો પૈકી સ્ત્રીઓ માટે 23 બેઠકો અને  પુરુષો માટે 22 સામાન્ય બેઠકો જાહેર કરવામાં આવી છે.બેઠકોના પ્રકાર જાહેર થતા જ ચૂંટણી લડવા થનગની રહેલા કેટલાક મુરતિયાઓની આશાઓ પર ઠંડુ પાણી ફરી વળ્યું હોય તેવું લાગી  રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ મોડાસા તાલુકાની 59 ગ્રામપંચાયતોના વિસ્તારમાં રહેતી માનવ વસ્તી પણ ચૂંટણીઓ નો ધમધમાટ શરૂ થાય તેની  રાહ જોઈ રહી છે.