મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: સરકારે લોકડાઉનના પગલે ગરીબો અને શ્રમિકોની હાલત દયનિય બનતા પેટનો ખાડો પુરાવા મફત અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સરકારી ગોડાઉનમાંથી જથ્થો ભરી ટ્રક મારફતે દરેક જીલ્લામાં પહોંચાડવામાં આવી રહ્યો છે. અમદાવાદથી ૬ ટ્રક ભરી સરકારી અનાજ અરવલ્લી જીલ્લાના સરકારી ગોડાઉનમાં લઇ જવાતો હતો ત્યારે પ્રાંતિજ ના મજરા ચોકડી ઉપર આવેલ રાજપુરોહિત ઢાબા ઉપર સરકારી અનાજ ભરેલા ૬ ટ્રકમાંથી અનાજનું કટીંગ નો પર્દાફાશ થયો છે. તો રાત્રી દરમ્યાન માહિતી મળતા સ્થાનિક તથા જિલ્લા તંત્ર ધટના સ્થળે દોડી આવી તપાસ હાથધરી હતી પ્રાંતિજ મામલતદાર તથા પ્રાંતિજ પીઆઇ ધટના સ્થળે દોડી આવ્યા હતા. મામલતદારે ધઉ-ચોખા સહિત છ ટ્રક સીજ કરી ચોરી મા લેવાયેલું ડાલુ પણ સીજ કરી અનાજ માફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પ્રાંતિજ પોલીસે હાથધરી હતી. 
          
હાલ કોરોના ને લઇને દેશ સહિત ગુજરાત ૨૧ દિવસ માટે લોક ડાઉન કરવામાં આવ્યું છે ત્યારે સરકાર દ્વારા રોજીદુ કમાઇ રોજીદુ જીવન ચલાવતા તથા મધ્યમવર્ગ ના લોકો ને રાશન દ્વારા અનાજ ની કીટ અપાતા આવી રહી છે. ત્યારે ગરીબો ને આપવામાં આવતું અનાજ જેતે જિલ્લાઓ તાલુકાઓમાં સહિત સરકારી ગોડાઉન મારફતે જેતે વિસ્તારના રેશન ની દુકાન માલિકો દ્વારા આપવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હાલ ગરીબો ના ભાગ ના આ અનાજ ની ચોરી થતી હોય તેવુ પણ મીડીયા દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યું હતું. જેમાં નેશનલ હાઇવે આઠ પ્રાંતિજ ના મજરા ચોકડી ઉપર આવેલ રાજપુરોહિત ઢાબા ઉપર રાત્રી ના રોકાણ દરમ્યાન ઢાબા ઉપર ઉભેલા છ ટ્રકો માથી એક પીકઅપ ડાલા મા અનાજ ની ચોરી કરવાની ધટના સામે આવતા તંત્રમાં ભારે હડકંપ મચ્યો હતો. પીકઅપ ડાલુ ખુદ ઢાબા માલિક નુ જ છે અને રાત્રી નો લાભ લઈ દરેક ઉભેલા ટ્રકો માંથી આખી ને આખી ધઉ ની બોરીઓ તથા અમુક અમુક ટ્રકોમાં ખૂપ્પી દ્વારા ધઉ ની બોરી માંથી કાઢી લેતા હોવાનું કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું હોવાની ચર્ચાએ ભારે ચકચાર મચાવી છે. પ્રાંતિજ મામલતદાર એચ પી ભગોરા તથા પ્રાંતિજ પીઆઇ એમ.ડી.ચંપાવત તથા જિલ્લા ના અધિકારીઓ દ્વારા રંગે હાથે ગરીબો ના હિસ્સાનો જથ્થો નો પીકઅપ ડાલા સાથે મુદામાલ નો કબજો લઇને આગળ ની તપાસ સહિત કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભગોરા દ્વારા હાલતો ૬ ટ્રક માથી નું વજન કરાવતા ૩૩ કટ્ટા ની ધટ પડતા ૧૬૫૦ કિલો ની ધટ પડી છે તો પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભગોરા દ્વારા ચોખા અને ધર્ઉ ભરેલ ૬ ટ્રક મુદામાલ સાથે ૬૩,૪૪,૫૯૩ તથા જીલ ડાલા સાથે કુલ મુદામાલ ૧૦,૩,૨૯૦ સાથે સીજ કરવા આવ્યો હતો તો ટ્રક માં રહેલ ધઉ-ચોખા નો જથ્થો ખાધ્ય નો હોય તે બગડી ના જાય તે હેતુથી ધઉ-ચોખા નો મુદ્દામાલ હિંમતનગર ખાતે આવેલ સરકારી ગોડાઉન ખાતે મોકલી આપો તો ઢાબા-ડાલા માલિક સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશેનું જણાવ્યું હતું.