મેરાન્યૂઝ નેટવર્ક. મુંબઈ: બોલિવૂડના બેસ્ટ ડાન્સર ગોવિંદાએ તેના ડાન્સથી લાખોનું દિલ જીતી લીધું છે. ગોવિંદાએ તેના ડાન્સથી દેશ જ નહીં વિદેશમાં પણ ઘણું નામ કમાવ્યું છે. આજે પણ ફિલ્મ ઉદ્યોગના શ્રેષ્ઠ ડાન્સરમાં અભિનેતાનું નામ લેવામાં આવે છે. તાજેતરમાં, ગોવિંદાનો એક વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કિંગ ઑફ ડાન્સ કોરીઓગ્રાફર શક્તિ મોહન સાથે તેની સ્ટ્રીટ સ્ટાઇલમાં ડાન્સ કરતા જોવા મળે છે. ગોવિંદાનો વીડિયો 'મુંબઇ ડાન્સર્સ' ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોમાં ગોવિંદા અને શક્તિ મોહન 'હુસ્ન હૈ સુહાના' સોંગ પર ધમાકેદાર અંદાજમાં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે . વીડિયોમાં ગોવિંદાની સ્ટાઇલ ફેન્સને ખુબ પસંદ આવી છે. વીડિયોમાં અભિનેતાના હાવભાવ પણ ખૂબ જબરજસ્ત લાગે છે. ગોવિંદાના આ વીડિયો પર ચાહકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પ્રતિક્રિયા આપી રહ્યા છે.


 

 

 

 

 

જણાવી દઈએ કે ગોવિંદા વીડિયોએ 1980 માં એક એક્શન અને ડાન્સિંગ હીરો તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. અને 90 ના દાયકામાં પોતાને કોમેડી હીરો તરીકે ફરીથી સ્થાપિત કર્યા. તેના ઇલજામ , હત્યા , જીતે હૈ શાન સે અને હમ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારું નામ કમાવ્યું. 1992 ની રોમેન્ટિક ફિલ્મ 'શોલા ઓર શબનમ'માં તેણે યુવા એનસીસી કેડેટની ભૂમિકા ભજવી હતી, જેની ખૂબ પ્રશંસા થઈ હતી. જોકે, ગોવિંદા આ દિવસોમાં ફિલ્મોથી દૂર છે. પરંતુ ચાહકોનું વીડિયો દ્વારા મનોરંજન કરતા રહે છે.