મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમની ધરપકડના વિરોધમાં કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી તેને રાજનૈતિક ષડયંત્ર અને બદલાથી પ્રેરિત કહ્યું. કોંગ્રેસે કહ્યું કે પડતી અર્થવ્યવસ્થા, નોકરીઓની ઘટ્ટ, અને રૂપિયાનું સતત અવમૂલ્યથી દેશનું ધ્યાન હટાવવા માટે મોદી સરકારે આ ખેલ રચ્યો છે. કોંગ્રેસે આ પુરા પ્રકરણ પર મીડિયાની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે કેટલીક ચેનલ્સ સરકારની કઠપૂતળી બનીને કામ કરી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા સત્મેવ જયતેનો નારો આપતા કહ્યું કે તપાસના બાદ સત્ય સામે આખરે આવી જ જશે.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ચિદમ્બરમની ધરપકડ ઉપર સવાલ ઉઠાવતા કહ્યું કે, મોદી સરકાર બન્યાના 6 વર્ષ બાદ 10 વર્ષ જુના કેસમાં દુર્ભાવનપૂર્ણ રીતે ફયાવાઈ રહ્યા છે. જેલમાં બંધ એક એવી મહિલાના નિવેદનને આધાર લેવાયો છે જેના પર પોતાની પુત્રની હત્યાનો આરોપ છે. 40ના બેદાગ રાજનૈતિક જીવન ને ધૂળમાં મિલાવવા માટે મોદી સરકારે આ કેન્પેઈન ચલાવ્યું છે. આ પ્રજાતંત્રની ધોળા દિવસે અને ક્યારે ક્યારે રાત્રે પણ હત્યા થતી જોવા મળે છે.