મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સરકારે ફાસ્ટૈગની ડેડલાઈનને લઈને વાહન માલિકોને થોડી રાહત આપી છે. હવે દેશભરમાં તમામ ચાર પૈંડાવાળા વાહનો માટે ફાસ્ટૈગની ડેડલાઈન 15 ફેબ્રુઆરી 2021 સુધી વધી ગઈ છે. આ પહેલા એનએચએઆઈની તરફથી કહેવાયું હતું કે, 1 જાન્યુઆરીથી કૈશ ટોલ કલેક્શન બંધ થઈ જશે, પરંતુ હવે તેની સમયસીમા વધારી દેવાઈ છે.

24 ડિસેમ્બરે પુરા દેશભરમાં ફાસ્ટૈગનું બંપર ટ્રાન્ઝેક્શન થયું હતું. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)એ કહ્યું કે નેશનલ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (એનઈટીસી) પ્રોગ્રામ અંતર્ગત આ પહેલી વાર હતું કે જ્યારે એક જ દિવસમાં ફાસ્ટૈગ ટ્રાંઝેક્સન થયું હતું.

એનએસઆઈ અનુસાર ફાસ્ટૈગ ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને પેટીએમ પર ઉપલબ્ધ છે. બેનેક અને પેટ્રોલપંપથી પણ ફાસ્ટૈગ ખરીદી શકાય છે. બેન્ક પાસેથી ફાસ્ટૈગ લેતી વખતે ધ્યાન રાખો કે જે બેન્કમાં તમારું ખાતું હોય તે જ બેન્ક પાસેથી ખરીદો.


 

 

 

 

 

એનએસઆઈ અનુસાર આપ ફાસ્ટૈગને કોઈ પણ બેંકમાંથી 200 રૂપિયામાં ખરીદી શકો છો. ફાસ્ટૈગને આપ ઓછામાં ઓછા 100 રૂપિયાથી રિચાર્જ કરી શકો છો. સરકારે બેન્ક અને પેમેન્ટ વોલેટથી રિચાર્જ પર પોતાની તરફથી કેટલાક આંતરિક ચાર્જ લગાવવાની છૂટ આપી છે.

ફાસ્ટૈગને એક ડિસેમ્બર 2017 પછીથી નવા ચાર પૈંડાવાળા વાહનો માટે રજિસ્ટ્રેશન સમયે જ ફરજિયાત કરી દેવાયું હતું. આ પુરા નિર્ણયને લાગુ કરવા માટે સરકારે કેન્દ્રીય મોટર વીહિકલ અધિનિયમ 1989માં સંશોધન કર્યું હતું. અત્યાર સુધી 2.20 કરોડથી વધુ ફાસ્ટૈગ એલોટ કર્યા હતા. એક્સપર્ટ્સનું માનવું છે કે, કોરોનાને કારણે કોન્ટેક્ટ લેસ ટ્રાંઝેક્શનને વધુ પસંદ કરી રહ્યા છે.