મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજ્યમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. ત્યારે આફતમાં કેટલાકો માટે મોટો અવસર પણ બની ગઈ છે. ઈન્જેક્સનોની કાળા બજારી, ખોટા રિપોર્ટ રજુ કરી છેતરતા કેટલાક ટ્રાન્સપોર્ટસ, બસો બંધ છે તો તેનો ફાયદો ઉઠાવતા કેટલાક રિક્ષાવાળાઓ, અન્ય ઘણા ક્ષેત્રોમાં લૂંટ શરૂ થઈ છે અને આવું જ કાંઈક કેટલીક હોસ્પિટલ્સમાં બની રહ્યું છે.  રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીના હોમ ટાઉનમાંથી માનવતાને શરમાવે તેવો વીડિયો વાઇરલ થયો છે. રાજકોટમાં કોરોના કાળમાં માનવતા નેવે મુકાઈ છે. તેમજ કપરી પરિસ્થિતિમાં પણ રૂપિયાનો વેપાર શરૂ થયો છે. ખાટલા માટે સરકારી હોસ્પિટલમાં રૂપિયાનો વેપાર સામે આવ્યો છે.


 

 

 

 

 

રાજકોટ સિવિલમાં બેડ માટે નવ હજાર રૂપિયા લેવામાં આવે છે.  એક બેડ ખાલી કરાવવા માટે નવ હજાર રૂપિયા લેવામાં આવે છે. સમગ્ર મામલાનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં નવ હજાર રૂપિયામાં બેડ આપવામાં આવી રહ્યા છે.  બેડ અને સારવાર માટે દર્દીઓની બહાર કતાર લાગી છે. જ્યારે બીજી તરફ રૂપિયાના ભોગી વેપાર કરી રહ્યા છે. રાજકોટમાં કોરોના હોસ્પિટલમાં બેડના કાળા બજારના વીડિયોને લઇને ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઇ છે. જો કે આ તપાસનું પરિણામ ક્યારે અને શું આવશે તે જોવું જ રહ્યું.