મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ કોરોના સાથે હવે ધીમે-ધીમે લોકોએ જીવવાનું શરૂ કર્યું છે. પુરતી તકેદારીઓ અને જરૂરી ગાઈડલાઈન્સને ફોલો કર્યા સાથે હવે વિવિધ જાહેર અને ધર્મ સ્થાનો ખુલ્યા છે અને રાબેતા મુજબ કેટલીક કામગીરીઓ પણ શરૂ થઈ ગઈ છે. જોકે લાંબા સમયથી કોર્ટ કચેરીના કામકાજને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે. એક તરફ કોર્ટના માટે કેટલાય કેસ હજુ પેન્ડીંગ પડ્યા છે અને ઉપરથી રજાઓ પણ ભરપુર હોય અધુરામાં હવે કોરોનાની સ્થિતિને કારણે લાંબો સમયથી કોર્ટની કેટલીક કામગીરી માટે લોકોને પરેશાનીઓ થઈ રહી હોવાનો કટાક્ષ ગોપાલ ઈટાલિયાની પોસ્ટ પરથી જાણી શકાય છે.

આમ આદમી પાર્ટી ગુજરાતના ઉપાધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરતાં લખ્યું છે કે, એરપોર્ટ ખુલ્યા છે, દારુના ઠેકા ખુલ્યા છે, જીમ ખુલ્યા છે, ધર્મસ્થાન ખુલ્યા છે, બજાર ખુલ્યા છે, ગાર્ડન ખુલ્યા છે, મેટ્રો ખુલી છે, ફેક્ટરીઓ ખુલી છે, ચૂંટણી ચાલુ છે, રેલીઓ ચાલુ છે, ભીડ ચાલુ છે. બધું જ ખુલ્યું છે બધું જ ચાલુ છે... ફક્ત અદાલતને કોરોના ખાઈ જશે એટલે અદાલત ખુલી નથી... સરકારનો આભાર..