મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વેબ સર્વિસિસ પ્રોવાઈડ કરનાર દુનિયાની સૌથી મોટી કંપની ગૂગલ (Google)નો આજે જન્મદિવસ છે. આજે ગૂગલ 21 વર્ષનું થઈ ગયું છે. મતલબ તેના એસ્ટાબ્લિશ થયાને 21 વર્ષ થયા છે. આ સમયે સેલિબ્રેટ કરવા માટે ગૂગલે ખુદ પોતાનું જ ડૂડલ બનાવ્યું હતું.

મોટાભાગે લોકો એ જાણે છે કે ગૂગલને બે લોકોએ ભેગા મળીને શરૂ કર્યું હતું. પરંતુ એવું નથી. ગૂગલની શોધમાં ખરેખરમાં ત્રણ વ્યક્તિએ યોગદાન આપ્યું હતું પણ તે ત્રીજા વ્યક્તિનું નામ ફાઉન્ડર્સની યાદીમાં નથી. કોણ છે તે ત્રીજો શખ્સ... ફાઉન્ડર્સમાં કેમ તેનું નામ નથી, આ બધું આવો જાણીએ.

આજથી અંદાજીત 23 વર્ષ પહેલા જાન્યુઆરી 1996માં ગૂગલ રિસર્ચ પ્રોજેક્ટ તરીકે શરૂ થયો હતો. લૈરી પેજ અને સર્ગે બ્રિન (Larry Page and Sergey Brin)એ આ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. દુનિયા તેમને આજે ગૂગલના ફાઉન્ડરના રૂપે જાણે છે પરંતુ તેમની સાથે આ પ્રોજેક્ટ પર ત્રીજો વ્યક્તિ પણ હતો એ ત્રણેય પીએચડી સ્ડૂડન્ટ હતા.

તે ત્રીજા વ્યક્તિ છે સ્કૉટ હસન (Scott Hassan). સ્કૉટ આ રિસર્ચ પ્રોજેક્ટા ઓરિજિનલ લીડ પ્રોગ્રામર હતા. ગૂગલ સર્ચ એન્જિન, જે આજે દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન છે. તેના મોટાભાગના કોડ સ્કૉટ દ્વારા જ લખાયા છે. તો પછી તેમને નામ કેમ ન મળ્યું?

એક કંપનીની રીતે ગૂગલની શરૂઆત 1998માં કરવામાં આવી હતી. રિસર્ચ પ્રોજેક્ટ પૂરો થતાં જ વધુ એક કંપની તરીકે ગૂગલને શરૂ થવાથી પહેલા જ સ્કૉટએ તેને છોડી દીધી હતી. તે આગળ રોબોટિક્સમાં પોતાનું કરિયર બનાવવા માગતા હતા. બાદમાં 2006માં સ્કૉટએ વિલો ગૈરેજ નામની એક કંપની શરૂ કરી.

ગૂગલનું ડોમેન નેમ 15 સપ્ટેમ્બર 1997એ રજિસ્ટર કરાયું હતું અને કંપની 1998માં બની હતી. શરૂઆતમાં લૈરી પેજ અને સર્ગે બ્રિનએ કેલિફોર્નિયામાં એક દોસ્તના ગેરેજમાં ગૂગલનું કામ શરૂ કર્યું હતું. તેમમે સ્ટૈનફોર્ડમાં ભણતા એક સાથી પીએચડી સ્ટૂડન્ટ ક્રેગ સિલ્વર્સ્ટનને પોતાનો પહેલો કર્મચારી નિયુક્ત કર્યો હતો.