મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ આર્ટિકલ ૧૫ રિલીઝ થઈ ગઈ છે અને તેને જોરદાર રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ તેના કન્ટેન્ટને લઈને ઘણી ચર્ચામાં રહી છે. ત્યાં આ ફિલ્મને લઈને કેટલાક વિવાદો પણ ઊભા થઈ રહ્યા છે. કેટલાક લોકો ફિલ્મને એન્ટી બ્રાહ્મણ હોવાનું કહી રહ્યા છે. પરંતુ આ બધા છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર ખુબ સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મે પોતાના પહેલા જ દિવેસ ૫.૦૨ કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે અને સાથે જ આયુષ્યમાનની સેકન્ડ બેસ્ટ ફર્સ્ટ ડે કલેક્શન વાળી ફિલ્મ પણ બની ગઈ છે.

આ ફિલ્મનું બજેટ લગભગ ૧૫ કરોડ રૂપિયા કહેવાઈ રહ્યું છે. તે અંતર્ગત ૫ કરોડ રૂપિયા ફર્સ્ટ ડે કલેક્શન ખુબ જ સારું કહેવાય. ફિલ્મને ક્રિટિક્સે પણ સારા રિવ્યૂ આપ્યા છે. ફિલ્મ સમાજમાં ઘટેલી ઘટનાનો અરિસ્સો છે. જે થયું તે આ ફિલ્મમાં બખુબી દર્શાવાયું છે. ફિલ્મને વર્ડ ઓફ માઉથનો ફાયદો મળવાની આશા છે. બેક ટૂ બેક ૨ હિટ ફિલ્મ આપ્યા બાદ લોકોની આયુષ્યમાન પાસેની આશાઓ વધી ગઈ છે. ખુરાનાની ફિલ્મ બધાઈ હો અને અંધાધૂંધને પણ બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ મળ્યો હતો. આર્ટિકલ ૧૫નું નિર્દેશન અનુભવ સિન્હાએ કર્યું છે. મૂવીમાં આયુષ્યમાન ખુરાના પોલીસ ઈન્સપેક્ટરના રોલમાં છે. એ એક્ટરની ગત ફિલ્મોથી ઘણી અલગ છે.

ફિલ્મની સ્ટોરી એવી છે કે, યુરોપમાં લાંબો સમય વિતાવી ચુકેલા આયાન રંજન (આયુષ્યમાન) પોતાના દેશને અત્યંત પ્રેમ કરતું કેરેક્ટર છે. તે પોતાના દેશની ખાસ સ્ટોરિસ પોતાના યુરોપિયન મિત્રોને સંભળાવતા ગર્વ કરતો હોત છે. બાદમાં આયાનનું પોસ્ટિંગ ઈન્ડિયાના એક ગામમાં થાય છે જ્યાં બે દીકરીઓ સાથે દુષ્કર્મ થાય છે અને તેમને ઝાડ સાથે લટકાવી દેવાય છે. પોલીસ તંત્ર આ કેસને રફા દફા કરવાના પ્રયાસમાં હોય છે. આયાન માટે આ એક તગડો કલ્ચરલ શોક હોય છે. પોતાના દેશની એક અલગ જ છબી સત્ય બનીને તેની સામે આવી જાય છે. તે આ કેસને કેવી રીતે હેન્ડલ કરે છે અને કઈ કઈ સામાજીક કડવી વાસ્તવીક્તાઓનો સામનો કરવો પડે છે તે આ ફિલ્મમાં દર્શાવાયું છે. અહીં ફિલ્મનું ટ્રેલર પણ આપ જોઈ શકો છો.