મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ ગોંડલ ખાતે નદીના ડેમમાં પડેલી કાર બહાર કાઢી તેની તપાસ કરવામાં આવી તો તેમાં બે વ્યક્તિની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે મૃતકની 25 લાખની વીમા પોલીસી અને જમીન માટે તેની પત્ની અને સાળાએ મળીને તેને તથા તેણે જે કાર ભાડે કરી હતી તે ડ્રાઈવરનવે પતાવી દીધા હતા. આ આખી ઘટના જાણે કોઈ ફિલ્મની ઘટના હોય તેવી પરિસ્થિતિઓ સામે આવી રહી છે.

રમેશભાઈ કલાભાઈ બાલધાનને પત્ની મંજુ ઉર્ફે મરિયમ તથા સાળો નાનજી ઉર્ફે નાશીરે મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટનામાં કોઈ સાથે સીધો સંબંધ ન ધરાવતા એક કાર ડ્રાઈવર અશ્વિન પરમારનો પણ ભોગ લેવાઈ ગયો હતો. 25 લાખની વીમા પોલિસી અને જમીન માટે હત્યા થઈ હોવાની માહિતી મળી રહી છે.

જુનાગઢમાં ટેક્સી ડ્રાઈવર અશ્વિન પરમાર અને જેપુરના રમેશની હત્યા મામલે બે મહિલાઓની પણ ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મધુરમ વિસ્તારની દિપાંજલી સોસાયટીમાં રહેતા કાર ડ્રાઈવર અસ્વિન પ્રેમજીભાઈ પરમાર (45)ની ગત 12મીએ જુનાગઢના નાનજીભઈ કાતરિયા ઉર્ફે નાસીરખાન પઠાણ નામના શખ્સે ચોટીલા દર્શન માટે ગાડી ભાડે કરી હતી.

જોકે ચોટીલા ગયેલા અશ્વિન પાછા આવ્યા નહીં. પરિવારે ઘણા સંપર્ક કરવાના પ્રયત્નો કર્યા પરંતુ કોઈ માહિતી ન મળતાં પુત્રએ પિતાના ગુમ થયાની જાણ જુનાગઢ પોલીસને આપી હતી. એસપી રવિતેજાવાસમ શેટ્ટી અને ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે સધન તપાસ શરૂ કરી જેમાં ચોટીલાના સીસીટીવી ફૂટેજ અને ટેકનીકલ સર્વેલન્સથી ખબર પડી કે નાસીર પઠાણ, બે મહિલા અને એક વ્યકિત તથા અશ્વિન પરમાર ચોટીલાના સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા.

નાસીર અને બે મહિલા સાથે આકરી પુછપરછ દરમિયાન પોલીસને માહિતી મળી કે તેમની હત્યા કરવામાં આવી છે. નાસીર ગુનાહીત ઈતિહાસ પણ ધરાવે છે. તેણે પોલીસને કહ્યું હતું કે, નાસીર અને તેની બહેન મંજુ ઉર્ફે મરિયમ તથા તેનો પતિ રમેશ તથા નાસીરની પ્રેમીકા પ્રવિણા ચોટીલા દર્શન કરવા ગયા હતા.

જ્યાં અશ્વિન અને રમેશને ચિક્કાર દારુ પીવડાવ્યા પછી નાસીરે કાર ચલાવી ગોંડલ તાલુકાના વેકરી ગામના તળાવ પાસે લઈ ગયો ત્યાં બંનેને કારની પછળ બેસાડી દીધા અને કારના બારણાં બંધ કરી કારને ધક્કો મારી ડેમમાં ધકેલી દીધી. બંને તળાવમાં ડુબીને મરી ગયા હતા. ઉલ્લેખનીય છે કે રમેશ અને મંજુના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા. નાસીરે કબુલાત કરી હતી કે અકાદ કરોડની જમીન અને 25 લાખનો વીમો પકાવવા માટે આ હત્યાને અંજામ આપ્યો હતો.