મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: આજે લાભપાંચમે જાણે તસ્કરોએ મુહૂર્ત કર્યું હોય તેમ યાજ્ઞિક રોડ પરનાં રહેણાંક મકાનમાંથી રૂપિયા 10 લાખની રોકડ અને 29 તોલાના સોનાના દાગીનાની ચોરીની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી. જેમાં ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાથી પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ રામકૃષ્ણનગર શેરી નં. 13માં રહેતા જીતુભાઈ પરસાણા દિવાળીમાં એક જ દિવસ માટે બહાર ગયા હતા. દરમિયાન તેમના ઘરમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. અને  રૂ. 10 લાખ રોકડા તેમજ 29 તોલા જેટલા સોનાની ચોરી થઈ હોવાનું માલુમ પડતા જ કરી પોલીસને જાણ કરી હતી. આ અંગેની જાણ થતાં જ પોલીસે આસપાસનાં સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં એક શખ્સ મોઢે - હાથમાં રૂમાલ બાંધીને ઘરમાં ઘુસતો CCTVમાં કેદ થયો છે. જેથી તેના આધારે પોલીસ તપાસ કરી રહી છે.