ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ):  નિરાશાજનક વૈશ્વિક અર્થવ્યવસ્થા અને સતત અનિશ્ચિતતાઓ વચ્ચે જો કોઈ એક આકર્ષક રોકાણનું માધ્યમ જણાતું હોય તો તે સોનું છે. આ જાગતિક અસ્કયામતનાં ભાવ આ વર્ષે ૨૫ ટકા કરતા વધુ વધ્યા છે. સ્પેક્યુનોમીસ્ટ કુશલ ઠાકર કહે છે કે જો મને કોઈ ૧૦ વર્ષના ગાળા માટે ૧૦૦૦ ડોલરનું મૂડી રોકાણ કરવા આપે તો હું, ૩૦૦ ડોલર સોનામાં, ૨૦૦ ડોલર સોના આધારિત ઇક્વિટી શેરમાં, પચાસ ડોલર ચાંદીમાં અને ૫૦ ડોલર બિત્કોઇનમાં રોકાણ કરવા ઈચ્છું.

આપણે હજુ બુલિયન બજારની તેજીના આરંભિક તબક્કામાં દાખલ થયા છીએ. આરએસ એદ્વાઇઝરિસનાં રીતુ શાહ કહે છે કે તમારી પાસે થોડી ચાંદી હોય તો, શુ તમે આશ્ચર્ય અનુભવો? નિશ્ચિતપણે મારો જવાબ હા મા જ હોય. આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીએ ૩૮ ટકા જ્યારે સોનાએ ૨૭ ટકા વળતર આપ્યું છે. જ્યારે ક્રીપ્ટોકરન્સી બીત્કોઈને ૬૪ ટકા જેવું હ્બ્બેસ વળતર આપ્યું છે, આમ આ ત્રણે અસ્કયામતો ૨૦૨૦મા સૌથી વધુ વળતર આપનારી જણસ સાબિત થઇ છે.

રીતુ શાહ કહે છે કે ત્રીજા ત્રિમાસિકમાં સોનાએ ૬.૭ ટકા વળતર આપ્યું તેની સામે ચાંદીએ ૩૩ ટકા આપ્યું છે. જો કુશલ ઠાકર કહે છે તેમ સોનામાં તેજી ભરાયેલી પડી છે, તો હું (રીતુ શાહ) કહીશ કે ચાંદી લાંબી રેસનો ઘોડો છે. તો પછી શુ મૂડીરોકાણનાં યુદ્ધ મેદાનમાં તમારી ગેમની બિછાત કરવાનો સમય આવી ગયો છે? ગોલ્ડમેન સાસના એનાલીસ્ટ તો એવું માને છે કે ૨૦૧૯ અને ૨૦૨૩ વચ્ચે જાગતિક સોલાર એનર્જી ઇન્સ્ટોલેશનમાં હજુ પચાસ ટકા જંપ આવવાનો બાકી છે, તો પછી ચાંદીના ભાવ શુ થઇ શકે? તે એક રોકાણકાર તરીકે તમારે વિચારવાનું રહે. 


 

 

 

 

 

તાજેતરના એક સર્વેમાં જણાયું છે કે સોના પછી ક્રીપ્ટોકરન્સીમાં પાંચમાં ક્રમાંકે સૌથી વધુ, ૧૭ ટકા  રોકાણ આવ્યું હતું. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ સર્વે ૨૦૨૩મા કહેવાયું છે કે રશિયામાં તો સોના કરતા પણ ઉત્તમ રોકાણ તરીકે ક્રીપ્ટોકરન્સીને ગણવામાં આવી રહ્યું છે. આ સર્વેમાં હિસ્સો લેનાર ૬૮ ટકા લોકો માને છે કે હજુ પણ સોનું સૌથી વધુ અસરકારક સ્ટોર ઓફ વેલ્યુ (સંગ્રહ મુલ્ય) ધરાવે છે. વધુમાં આ સર્વે કહે છે કે રશિયામાં ક્રીપ્ટોકરન્સી બાબતના નિયમ કાનુન હજુ નિર્ધારિત નથી થયા, તેમ છતાં ક્રીપ્ટો ઇન્વેસ્ટમેન્ટ ધરખમ થવા લાગ્યું છે.

અમેરિકન કોંગ્રેસ (સંસદ) મહામારી સંદર્ભના નવી રાહત યોજનના કરારો તરફ અગ્રેસર છે, એવી અફવા પર છ કરન્સી બાસ્કેટનો ડોલર ઇન્ડેક્સ સાત સાત સપ્તાહની બોટમે ૯૨.૪૬ પોઈન્ટ મુકાયો હતો. નબળા ડોલરનું સીધું હેજ (સલામતી) સોનામાં પ્રતિબિંબિત થાય છે. અમેરિકન ફિસ્કલ પેકેજ આવે કે ન આવે તો પણ સોનાના રોકાણકારોએ ભાવને ૧૯૦૦ ડોલર ઉપર ટકાવી રાખવાનું નિયંત્રણ મેળવી લીધું છે. 

કોરોના મહામારી વચ્ચે સરકારોને અનાપસનાપ કરન્સી નોટ છાપવાનો અને વ્યાજ દરો નીચે લઇ કવાનો જાણે પરવાનો મળી ગયો છે, આને લીધે ફુગાવા અને નબળી કરન્સી સામેના રક્ષણ તરીકે સોનાના ભાવ છેલ્લા એક દાયકામાં ન વધ્યા હોય તેટલા, આ વર્ષે વધીને ૨૦૮૯ ડોલરની ઉંચાઈએ પહોચી ગયા હતા. ફીઝીકલ ક્ષેત્રે જોઈએ તો ભારત અને ચીને, સ્વીઝરલેન્ડથી સપ્ટેમ્બરમાં સૌથી ઓછા સોનાની આયાત કરી હતી. આને બદલે કેટલાક દેશોએ હોંગકોંગથી વિક્રમ આયાત કરીને બ્રિટનમાં સોનું ઠાલવ્યું હતું.

ભારતમાં સોનાના ભાવ ઓગસ્ટમાં ૧૦ ગ્રામ દીઠ રૂ.૫૮૦૦૦ની ઉંચાઈએ પહોચ્યા પછી, ગોલ્ડ ઈટીએફમાંથી રોકાણકારોનો મોહ ઓછો થઇ ગયો હતો, જે જુનમાં વિક્રમ ઊંચાઈએ હતો. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડીયાએ પ્રસિદ્ધ કરેલા આંકડા કહે છે કે જુલાઈમાં ગોલ્ડ ઇટીએફમાં રોકાણ રૂ. ૩૧૦.૬ કરોડની સર્વોચ્ચ ઉંચાઈએથી સપ્ટેમ્બરમાં ઘટીને રૂ.૨૭૪.૩૪ કરોડ રહી ગયું હતું.    

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)