મેરાન્યૂઝ નેટવર્ક. પંચમહાલ: પંચમહાલ જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખની આગેવાનીમાં હાલમા કોરોના મહામારીને કારણે શિક્ષણમાં જે અસરો જોવા મળી રહી છે. તેના કારણે વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ માટે મોબાઈલ ડેટા ફ્રી કરી આપવા  તેમજ નાણાકીય સહાય આપવા બાબતે જીલ્લા કલેકટરને આવેદન આપવામા આવ્યુ હતુ.

મુખ્યપ્રધાન વિજય રુપાણીને ઉલ્લેખ કરીને આવેદનપત્રમાં જણાવામાં આવ્યુ હતુ કે દેશમાં દોઢ વર્ષથી ચાલી રહેલી કોરાના મહામારીને કારણે દરેક ક્ષેત્રમાં ગંભીર અસરો જોવા મળી રહી છે. જેમાં શાળા-કોલેજો બંધ હોવાને કારણે શિક્ષણ ક્ષેત્રમાં ભારે અસર પડી રહી છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. હાલમાં શાળાઓમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરુપે  ઓનલાઈન શિક્ષણ ભણાવામાં આવી રહ્યુ છે. જે વાલીઓને આર્થિક રીત પરવડતુ નથી. દરેક ધોરણમાં સાત વિષયો ભણાવામા આવે છે. જેમાં ઓનલાઈન શિક્ષણમાં ચારથી પાંચ જીબી જેટલો ડેટા વપરાય છે. કંપનીનો માસિક રિચાર્જ  ૭૦૦થી વધારે હોય છે. વાર્ષિક ખર્ચ ૧૦૦૦૦ જેટલો થાય છે. એક ઘરમાં ત્રણ વિદ્યાર્થીઓ હોય તો ખર્ચ વધી જાય છે. વાલીઓને પણ આના કારણે આર્થિક સમસ્યા ઉભી થઈ છે. વિદ્યાર્થીઓને ભણાવાનું મોઘુ પડી રહ્યુ છે. જે વાલીઓની આર્થિક સગવડ સારી નથી તે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહી જાય છે. વધુમાં જણાવામા આવ્યુ છે કે ઓનલાઈન શિક્ષણ માટે જરુરી ડેટા ફ્રી કરી આપવામાં આવે. શાળા-કોલેજ કરતા વિદ્યાર્થીઓને માસિક નાણાકીય સહાય આપવામા આવે. આમ કરવામાં આવશે તો જ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકશે. શાળાઓ તમામ વિષયનુ શિક્ષણ આપી શકશે.વિષય શિક્ષણ માટે સમય આપીને પુરેપુરો અભ્યાક્રમ આપી શકશે, તેમ આવેદનમાં જણાવામાં આવ્યુ હતુ. આવેદન આપવા માટે આમ આદમીના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.