મેરાન્યૂઝ નેટવર્ક.ગોધરા: ખેડા જિલ્લાના સેવાલીયા ગામના ઈસમને ગોધરા ખાતે આવેલી પંચામૃત ડેરીમાં ફિલ્ડ સુપરવાઈઝરની નોકરી આપવાની લાલચ આપીને નોકરીના આર્ડર પેટે ત્રણ લાખ રુપિયા જેટલી રકમ ગુગલ-પેથી પોતાના ખાતામાં નખાવીને છેતરંપીડી આચરનારા શહેરા તાલુકાના ડુંગરપુર ગામના ઈસમ રાજુ ભરવાડ (આહીર) સામે  ગોધરા તાલુકાના કાંકણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ચોંકાવનારી વાત એ છે આ ઠગ રાજુ ભરવાડ પોતાના ૨૫ જેટલા ટેન્કર પંચામૃત ડેરીમાં ફરે છે અને ડેરીના ચેરમેનને સારી રીતે ઓળખુ છુ તેમ કહીને શેખી મારતો હતો અને નોકરી આપવાની લોભામણી લાલચ આપતો હતો. છેતરપીંડીનો ભોગ બનનારા ઈસમે જ્યારે ડેરી ખાતે જઈને તપાસ કરતા  રાજુ ભરવાડ નામના કોઈ ઈસમના ડેરીમા વાહનો ચાલતા નથી કે ડેરીમાં નોકરી કરતો ન હોવાની વિગતો જાણવા મળી હતી. 

ગોધરા તાલુકાના કાંકણપુર પોલીસ મથકે ખેડા જિલ્લાના સેવાલિયા ખાતે રહેતા અલ્પેશભાઈ ભલાભાઈ ભોઈએ ફરિયાદ કરતા જણાવ્યુ હતુ. ૨૦૧૫ની સાલમાં તેઓ કાંકણપુર ખાતે ખાનગી ટ્યુશનક ક્લાસીસ ચલાવતા હતા. તે સમયે ટ્યુશનમાં અભ્યાસ માટે આવતા કલ્પેશ રાઠોડ નામના વિદ્યાર્થીએ રાજુભાઈ ભરવાડ જોડે ઓળખાણ કરાવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે અલગ અલગ વિભાગમાં નોકરી અપાવાનુ કામ કરે છે. તમારે નોકરી જોઈતી હોય તો કહેજો. ઓગસ્ટ ૨૦૨૧માં માસમાં કલ્પેશભાઈ જોડે વાત થઈ હતી. તેમા રાજુભાઈ ભરવાડ (રહે ડુંગરપુર તા શહેરા જી-પંચમહાલ ગોધરા) પંચામૃત ડેરીમાં નોકરી અપાવે છે. જેમાં રાજુભાઈ ભરવાડના ત્રણ મોબાઈલ નંબર આપ્યા હતા. જેથી અલ્પેશભાઈએ રાજુભાઈ ભરવાડ સાથે વાત કરેલી તેમણે જણાવ્યુ હતુ કે તમારે પંચામૃત ડેરીમાં ફિલ્ડ સુપરવાઈઝર તરીકે નોકરી મેળવી આપીશ. તમારે મને ત્રણ લાખ રુપિયા આપવા પડેશે. ત્યારબાદ અલ્પેશભાઈ તેમને સેવાલિયા ખાતે મળ્યા હતા. જ્યા રાજુભાઈએ જણાવ્યુ હતુ કે તેમના ડેરીમાં ૨૫ જેટલા ટેન્કરો ફરે છે. ડેરીના ચેરમેન મને સારી રીતે ઓળખે છે. હું લાગવગ કરીને  ફિલ્ડ સુપરવાઈઝર તરીકે  નોકરી અપાવી ૨૫,૦૦૦ રૂપિયાથી પગાર શરુ કરાવી દઈશ. જેમા તમારે મને ૬ લાખ રુપિયા રોકડા આપવાના રહેશે, જે પૈકી ત્રણ લાખ નોકરી પહેલા અને ત્રણ લાખ નોકરી મળ્યા બાદ આપવા પડેશે. તેમ જણાવ્યુ હતુ. 

Advertisement


 

 

 

 

 

છુટા પડ્યા બાદ અલ્પેશભાઈએ ગુગલ પે ના માધ્યમથી રાજુભાઈના બેંક ખાતામાં થોડા થોડી મળીને  ૩૦૩૦૦૦ રુપિયાની રકમ ઓનલાઈન ચુકવી આપી હતી. ત્યારબાદ અલ્પેશભાઈને રાજુભાઈએ ફોન કરીને જણાવ્યુહતુ કે ગોધરા ખાતેની પંચામૃત ડેરીમાં ફિલ્ડ સુપરવાઈઝર તરીકે તમારી નોકરી નક્કી થઈ ગયેલી છે. ખાલી ઓર્ડર પર સહી બાકી છે. ત્યારબાદ રાજુભાઈ ભરવાડનો ફોન બંધ આવતા અલ્પેશભાઈએ પંચામૃત ડેરીમાં ઓનલાઈન ફરિયાદ કરી હતી. ત્યા ડેરીમાં નોકરી કરતા ખોડાભાઈ સાથે મુલાકાત કરી હતી. સાથે  ડેરીના ચેરમેનને મળ્યા હતા. જ્યા જાણવા મળ્યુ હતુ કે ડેરીમાં હાલ સુપરવાઈઝરની કોઈ જગ્યા ખાલી નથી. નોકરીના કોઈ પૈસા લેતુ નથી. તમારી પાસે રાજુભાઈએ ફ્રોડ કરેલ હશે. રાજુભાઈ નામના ઈસમના કોઈ વાહનો ડેરીમાં ચાલતા નથી તેઓ અહી નોકરી કરતા નથી. અલ્પેશભાઈને પોતે છેતરાયાનો અહેસાસ થતા કાંકણપુર પોલીસ મથકે ઠગ ઈસમ રાજુભાઈ ભરવાડ સામે છેતરપીંડીની ફરિયાદ હતી. કાંકણપુર પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો નોંધીને  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.