મેરાન્યૂઝ નેટવર્ક.ગોધરા: પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરામાં આવેલી નગરપાલિકાની સત્તાનુ સિંહાસન કબજે કરવામાં ભાજપે સફળતા મેળવી છે. ગોધરા નગર પાલિકામાં અપક્ષ સભ્યો તેમજ ઔવેસીની પાર્ટી એઆઈએમઆઈએમના સભ્યો ભેગા મળીને ફેબ્રુઆરી મહીનામાં સત્તા મેળવી હતી અને ભાજપને સત્તાથી વિમુખ રાખ્યુ હતુ. હજી તો વર્ષ પણ પુરૂ થયુ નથી. ત્યા હાલના વર્તમાન પ્રમુખ સંજયભાઈ સોનીએ ગોધરાના ભાજપના કમલમ્  કાર્યાલય ખાતે જીલ્લા ભાજપના પ્રમુખ અને ગોધરાના ધારાસભ્યની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. થોડા દિવસો પહેલા ગોધરા નગરપાલિકાની વિવિધ સમિતીઓ પર ભાજપના જીતેલા વોર્ડ સભ્યોએ કાર્યભાર સભાળ્યો હતો. એક સમયે કમિટીઓની રચના બાબતે ભાજપની સામે બળજબરીથી મિટીંગ કરીને બોર્ડ ચલાવાનો આક્ષેપ કરનાર તેમજ લોકશાહીનુ ખંડન કરવામા આવ્યુ હોવાનુ જણાવીને કાર્યવાહી કરવાનુ કહેનારા હાલના ગોધરા પાલિકાના વર્તમાન પ્રમુખ સંજય સોની અચાનક ભાજપના ખોળામાં બેસી જતા ગોધરાના શહેરીજનોમાં પણ અહો આશ્ચર્યમ પણ સર્જાયુ હતુ. જોકે ભાજપમાં જોડાઈને સારો વિકાસ કરી શકીશ તેમ સંજય સોનીએ મીડિયાને જણાવ્યુ હતું.

ગુજરાતમાં ફેબ્રુઆરી મહીનામા સ્થાનિક સ્વરાજની યોજાયેલી ચૂંટણીઓમાં ભાજપે ગુજરાતમાં નગરપાલિકાઓ અને પંચાયતો પર કબજો કરવામા સફળતા મેળવી હતી. પંરતુ પંચમહાલની ગોધરા નગરપાલિકાની ચૂંટણી ભારે રસાકસી વાળી બની રહી હતી. જેમાં ભાજપ સત્તાથી વિમુખ રહેવુ પડ્યુ હતુ.અપક્ષ સભ્યોના ટેકાથી તેમજ એઆઈએમઆઈએમ પાર્ટીના સભ્યોના સમર્થન મેળવીને અપક્ષ સભ્ય સંજયભાઈ સોની ગોધરા નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા. જેમા છ  મહીના બાદ અચાનક ગોધરા નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ સોનીએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો.

Advertisement


 

 

 

 

 

ગોધરા પાલિકામાં સામાન્ય સભામાં અપક્ષોનુ બોર્ડ હોવા છતા ગોધરાના સરદાનગર ખંડ ખાતે સામાન્ય સભા યોજીને  ભાજપાના સભ્યોએ વિવિધ સમિતિઓ પર કબજો જમાવામા સફળતા મેળવી હતી. ત્યારે  હાલના વર્તમાન પ્રમુખ સંજયભાઈ સોની દ્વારા  વિરોધ કરવામા આવ્યો હતો. પોતે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.વધુમાં રથયાત્રાના દિવસે ભાજપાના સભ્યોએ વિવિધ સમિતીના હોદ્દાઓનો કાર્યભાર સંભાળ્યો હતો. પરંતુ ગુરૂવારના રોજ ગોધરા પાસેના ગદુકપુરમાં  આવેલા ભાજપના કાર્યાલય ખાતે હાલના પ્રમુખ સંજયભાઈ સોનીએ ધારાસભ્ય સી.કે. રાઉલજી તેમજ જીલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ તેમજ  ભાજપના હોદ્દેદારોની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.અને એકબીજાને મીઠાઇ ખવડાવીને મો મીઠુ કરાવ્યુ હતુ.

ભાજપમાં જોડાયેલા પ્રમુખ સંજયભાઈ સોનીએ જણાવ્યુ હતુ કે ગોધરા શહેરનો વિકાસ રૂંધાતો હોય  અને વિવાદો થાય તેના કરતા ભારતીય જનતા પાર્ટીમાં મે જોડાવાનુ પંસદ કર્યુ છે.અને હુ ભાજપમા જો઼ડાઈને વિકાસ સારો કરી શકીશ. મારો હોદ્દો હાલમાં ગોધરા નગર પાલિકામા પ્રમુખ તરીકેનો  હશે.

Advertisement


 

 

 

 

 

ભાજપાના જીલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલે જણાવ્યુ હતું કે ગોધરા નગર પાલિકાના પ્રમુખ સંજયભાઈ સોની વિધીવત રીતે ભાજપામા જોડાયા છે.પંચમહાલ જીલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચુટણીમાં  ભાજપને સફળ પરિણામો મળ્યાછે.નગરપાલિકામા જે સ્થિતી નિર્માણ થઈ હતી.સંજયભાઈ પણ અમારા સંપર્કમાં હતા.ગોધરાના વિકાસનીકેડી પર લઈ જવા માટે તેઓ જોડાયાછે ત્યારે તેમનુ  સ્વાગત કરૂ છુ. સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે  મળીને વિકાસના કામોને આગળ  વધારીશુ.લોકોની સમસ્યાને પણ દુર કરીશુ.નગરપાલિકાના  પ્રમુખ તરીકે સંજયભાઈ સોની રહેશે. તેમ જણાવ્યુ હતુ. 

અત્રે નોધનીય છે કે  ફેબ્રુઆરીમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂટણીઓ પૈકી પંચમહાલની બે નગરપાલિકા શહેરા અને ગોધરાની  ચુટણીઓ યોજાઈ હતી. જેના પરિણામોમાં  શહેરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો.જ્યારે ગોધરા નગરપાલિકા અપક્ષોએ કબજે કરી હતી પણ છ મહીનાના સમયગાળાની અંદર ભાજપે ગોધરા નગરાપાલિકા પર કબજો મેળવામા સફળતા મેળવી છે.