મેરાન્યૂઝ નેટવર્ક.ગોધરાઃ ગોધરામાં એસઓજી પોલીસે એક ઠગને ઝડપી પાડ્યો છે. રિલાયંસ જીઓ 4જી ટાવર કંપનીમાં નોકરી આપવાની જાહેરાત છપાવીને છેતરપીંડી આચરતો હતો. 

પંચમહાલ અને દાહોદ જીલ્લાનાં રોજગારવાચ્છુંક યુવાનોને જીઓ ટાવર કંપનીમાં વધુ પગાર આપવાની લોભામણી લાલચ આપવાની જાહેરાતોની પત્રિકા છપાવીને ઓનલાઇન રકમ નખાવીને છેતરપીંડી કરનારા ઉત્તરપ્રદેશના ઠગયુવાન અંશુકુમાર તિવારીને ગોધરા એસ.ઓ.જી.પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગોધરા એસટી બસસ્ટેશન ખાતેથી દબોચી લઇને 26,340 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ જીલ્લા પોલીસવડા ડૉ. લીના પાટીલ દ્વારા બહારના રાજ્યના કેટલાક ઇસમો લોભામણી જાહેરાતો બહાર પાડીને યુવાનો પાસેથી પૈસા પડાવે છે. આવા આરોપીઓને પકડી પાડવા માટે સૂચનાઓ કરવામા આવી છે. પંચમહાલ પોલીસના એસ.ઓ.જી પોલીસના પી.આઈ એમ.પી.પંડ્યાને બાતમી મળી હતી કે ઉત્તરપ્રદેશ બાજૂનો હિન્દીભાષી વ્યક્તિ ન્યૂઝપેપરમાં એક પત્રિકા ભાષામાં પ્રિન્ટીંગ કરેલી પત્રિકા વાયરલ કરીને નોકરીની જરૂરિયાત યુવાનોને રિલાયંસ જીઓ ફોરજી ટાવર કંપનીમાં તાત્કાલિક નોકરી આપવામાં આવશે. તેવા લખાણ વાળી પત્રિકા એસ.ઓ.જી પોલીસને હાથે લાગી હતી.

આથી તેના પર લખેલા મોબાઈલ નંબરને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરતા તે વ્યક્તિ ગોધરા બસ સ્ટેશનની આસપાસ ફરતો હોઈ તે જાહેરાતો ચોંટાડવા માટે ફરતો હોવાના અનુમાનના આધારે પકડવા માટે એસઓજીની ટીમ દ્વારા વોચ ગોઠવામાં આવી હતી. ગોધરા એસટી બસ સ્ટેશન પાસેથી હાથમાં થેલી લઇને કાગળોના બંડલો લઈને ફરતા ઇસમને એસ.ઓ.જીએ પોલીસની ટીમે પકડી લઈને પુછપરછ કરતા તેનું નામ અંશુકુમાર રાકેશ તિવારી મૂળ રહેવાસી ગામ- પરગવા, તા-નરોવલ, જી-કાનપુર (ઉત્તરપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. 

તેની પાસેથી પોલીસે ખોટી પ્રિન્ટીંગ કરેલી પત્રિકાઓ, રોકડ રકમ, મોબાઇલ, ફેવિકોલ બોકસ, આધારકાર્ડ, ડેબીટકાર્ડ, પેટીએમ પેમેન્ટ બેંકનું કાર્ડ સહિત 26,340 હજાર રૂપિયાનો મૂદ્દામાલ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.