મેરાન્યૂઝ નેટવર્ક.ઉનાઃ ગિર સોમનાથ સામતેર ૧૦૮ એમ્બ્યુલન્સ ને આજે બપોરે ૪:૪૯ વાગ્યે ગિર ગઢડા તાલુકાના સાણાવાકિયા ગામે એક તાજુ જન્મેલા બાળક ને કોઈ માતા કે પિતા નદીના પટમા બાવળની ઝાડી મા ફેંકીને જતું રહ્યું હતું. એને જોઇ એક વ્યક્તિએ ૧૦૮ સામતેર ને ફોન કરી જાણ કરી હતી. જાણકારી મળતાં ફરજ પર હાજર ઇએમટી ભુપતભાઇ બાંભણીયા અને પાયલોટ રાજેશભાઇ સાંખટ ઘટના સ્થળે પહોંચી અને તે બાળકની હાલત લોહીલુહાણ હતી.

૧૦૮ ના ઈએમટી ભુપતભાઈ એ ૧૦૮ એમ્બ્યુલન્સ લઇ જરુરી સારવાર કરી અને અમદાવાદ હેડ ઓફિસ બેઠેલા ડોક્ટર સાથે વાત કરી અને તેમની સલાહ મુજબ બાળક ને સી.પી.આર.તથા અમ્બુ બેગ અને ઓક્સિજન આપી બાળકની સારવાર કરાવવામાં આવી હતી. ૧૦૮ ના ઈએમટી ભુપતભાઈની આવડત અને ડોક્ટરની સલાહ મુજબ તે બાળકને તંદુરસ્ત રીતે ઉના સરકારી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું હતું.

બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો, પરંતુ બાળકને આવી રીતે નિર્જન વિસ્તારમાં મરવા માટે મુકી જનારા પત્થર દીલના માતા પિતા પર લોકોએ ફીટકાર વરસાવી હતી. માતા પિતાના આ પગલાને કારણે બાળનું હવે આગામી જીવન મુશ્કેલીઓથી ભરેલું રહે તેવી શક્યતાઓ છે. માતા પિતાની કબુદ્ધી અને અસંવેદનશીલતાએ માં-બાપ અને સંતાનના સંબંધને જાહેરમાં લજ્જીત કરી મુક્યો હતો. બાળકનો જીવ બચાવવા બદલ સરકારી હોસ્પિટલના ડૉક્ટરે પણ અભિનંદન આપ્યા હતા અને ગિર સોમનાથ ૧૦૮ ના જિલ્લા અધિકારી યુવરાજ સિંહ ઝાલા અને પ્રોગ્રામ મેનેજર જયેશ કારેના દ્વારા પણ સારી કામગીરી કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી.