મેરાન્યૂઝ નેટવર્ક. ગીર સોમનાથ : ગઇ કાલે બપોર ૨:૪૫ મિનિટે એક બાઇક સવાર નુ ઉના તાલુકાના લામધાર ગામ ના પાટીયા પાસે અકસ્માત થઈ ગયો હતો. ઉના ૧૦૮ ને કોલ આવતા ઉના ૧૦૮ એમ્બ્યુલન્સ ના ઈએમટી.સ્મિતા મકવાણા અને પાયલોટ સંદીપ ડોડિયા ઘટના સ્થળે પહોંચી તે દર્દી ને લઇ પ્રાઇવેટ મા સારવાર માટે દાખલ કરેલ તે દર્દી ની સોનાની નથ જેની અંદાજિત કિંમત ૨૭૦૦૦ હતી અને તે સોનાની નથ એમ્બ્યુલન્સ મા અંદર પડી ગયેલ અને એમ્બ્યુલન્સ સાફ સફાઈ કરતા તે સોનાની નથ મળેલ અને તે સોનાની નથ તેમના સગા સંબંધીને પરત આપી અને દર્દી ની સેવા સાથે પ્રામાણિકતા નુ ઉદાહરણ પુરૂ પાડયુ હતુ. તેમના સગા સંબંધી દ્વારા ૧૦૮ ના કર્મચારી નો આભાર માનવામા આવ્યો હતો. ૧૦૮ જિલ્લા અધિકારી યુવરાજસિંહ ઝાલા અને પ્રોગ્રામ મેનેજર જયેશ કારેના દ્વારા પણ અભિનંદન પાઠવ્યા હતા.