મેરાન્યૂઝ નેટવર્ક.ગીર-સોમનાથઃ હાલ સમગ્ર વિશ્વ અને દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ગીર સોમનાથ ખાણ ખનીજ વિભાગનાં અધિકારીઓ માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા હતા. આ ખાણ ખનીજ વિભાગ કચેરીમાં માસ્ક પહેરવું ફરજિયાતના બોર્ડ મારવામા આવ્યા છે. જિલ્લાની કચેરીમાં સમગ્ર જિલ્લાના અરજદારો આવતા હોય છે, ત્યારે અધિકારીઓ અરજદારોને માસ્ક ફરજિયાત પહેરવાની સૂચના આપે છે પરંતુ અધિકારો પોતે જ માસ્ક વગર જોવા મળ્યા હતા. શું ખુદ પોતાના કર્મચારીઓને કોઈ કાયદો લાગુ નહીં પડતો કે પછી તેમને પણ નેતા થવાના ઓરતા જાગ્યા છે? તેવા સવાલ ઉઠવા પામ્યા છે.