મેરાન્યૂઝ નેટવર્ક.ગીર સોમનાથઃ બે મિત્રો વચ્ચે થયેલો ઝઘડો હત્યામાં પરિણમ્યાની એક ઘટના કોડીનાર તાલુકામાં બની છે. આ ઘટનામાં એક મિત્રએ બીજા મિત્રને માથામાં કુહાડીના ઘા મારીને તેની હત્યા કરી નાખી છે. મિત્રનું મોત થઈ જતાં લાગી આવ્યું અને પછી પોતે પણ આપઘાત કરી લે છે. તેના ચપ્પલ ઉપરથી અંદાજ આવે છે અને તે યુવકની લાશ કુવામાંથી મળી આવે છે.
 
કોડીનાર તાલુકામાં હત્યાના બનાવનો સીલસીલો આજે પણ યથાવત રહ્યો હતો. બે મિત્રોમાં અણબનાવ થયા બાદ મામલો હત્યા સુધી પહોંચતા ચકચાર મચી ગઈ હતી. કોડીનાર તાલુકાના માલથી ગામે એક જ પરિવારના બે યુવાનો અગમ્ય કારણોસર ઝઘડો કર્યા બાદ એક યુવાને બીજા યુવાનના માથામાં કુહાડીનો ઘા ઝીંકી દઈ હત્યા નીપજાવ્યા બાદ લાગી આવતા કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવના પગલે કોડીનાર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે કુવામાં પડેલા યુવાનની ડેડબોડી શોધવા કવાયત હાથ ધરી છે. કોડીનાર તાલુકાના માલશ્રમ ગામે એક જ પરિવારના બે બાવાજી યુવાનો કોઈ કારણોસર બાખડતા એક યુવાને બીજા યુવાનને માથામાં કુહાડીના ઘા મારતા તેનું મૃત્યુ નિપજ્યુ છે જ્યારે મારનાર યુવાન કોઈ કારણોસર માલશ્રમ ગામની સીમમાં આવેલા કુવામાં પડતુ મુકેલુ હોવાનું જાણવા મળે છે. મારના યુવાનના ચંપલ કાઠેથી મળી આવેલા છે તે કુવામાં પડેલો છે. થોડી શોધખોળ પછી તેની લાશ મળી આવી છે. માલશ્રમ ગામના બાવાજી પરિવારના બે યુવાનો કોઈ કારણોસર બાખતા હતા જેમા મહેશગીરી મોહનગીરી ગોસ્વામી નામના યુવાને હરેશગીરી નવાગીરી ગૌસ્વામી (ઉ.૨૮)ને ગળામાં, માથામાં અને પાછળના ભાગે કુહાડીનાં ઘા મારતાં  તેનું મરણ થયું છે. બનાવ અંગે માલથી ગામમાં ચર્ચા સાથે ચાર મચી છે.પોલીસે ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે.
(અહેવાલ અને તસવીરો- ધર્મેશ જેઠવા, ઉના તરફથી સહાભાર)