મેરાન્યૂઝ નેટવર્ક.ગીર ગઢડાઃ વિકાસની વાતો કરતા નેતાઓ જરા આ બાજુ પણ જોઈ લે તેવી જરૂર ઊભી થઈ છે. કારણ કે અહીં બાળકો એવી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે જેને બહારથી જોતા જ કોઈ હોરર ફિલ્મ માટેનો સેટ હોય તેવું લાગે છે. ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામના વિદ્યાર્થીઓ ગંદકી કીચડ ઝાડી ઝાંખરામાં ભણવા મજબૂર બન્યા છે.

ધોકડવા ગામની વસ્તી આશરે ૧૦,૦૦૦ છે પણ ભણતા વિદ્યાર્થીઓને મળતા ભણતરની ગુણવત્તા ચકાસીએ તો માંડ 10માંથી એક બે માર્ક્સ આપી શકાય, તે ગંભીર બાબત કહેવાય શિક્ષણ પ્રત્યે જાગૃતતાની વાતો કરતી સરકાર અને સરકારી તંત્રને સામે પણ આ પડકારજનક છે જેવી ધોકડવા ગામમાં ચર્ચાઓ છે.

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે હાઈ સ્કૂલ પ્રાથમિક શાળાની ઈમારત જર્જરિત જોવા મળી છે અને તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. તેની મળતી પડતી માહિતી મુજબ તેમના ઇતિહાસની વાત કરીએ ગ્રાન્ટેડ હાઇસ્કૂલ છે, તેની સ્થાપના ૧૯૮૦માં થઈ છે ત્યારે ધોકડવાના પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં ચાલતી પછી થોડા વર્ષો વિત્યા બાદ તે ખાનગી બિલ્ડિંગમાં ચાલતી જ્યારે છેલ્લા ૧૫ થી ૨૦ વર્ષથી આ જર્જરિત ઇમારતમાં જાનના જોખમે વિદ્યાર્થીઓ ભણે છે. 

Advertisement


 

 

 

 

 
જ્યારે તેમના પ્રથમ પ્રમુખ હરિભાઈ કરુણાશંકર વોરા હતા. ત્યારબાદ ભીખાભાઈ રત્નાભાઇ કાતરીયા અને ત્યારબાદ પછી અત્યારે હાલમાં એમના દિકરા કરસન ભાઈ ભીખાભાઈ કાતરીયા કાર્યકારી પ્રમુખ તરીકે છે ત્યારે તેમાં ધોરણ ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ભણે છે જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૪૦૦ કરતા વધારે છે. આ ઇમારતમાં બાર શિક્ષકોમાંથી ૬ શિક્ષકો હાજર છે અને ૯, ૧૦, ૧૧ ના બે વર્ગો છે જ્યારે ધોરણ 12માંનો એક વર્ગ છે હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો આ ઇમારતમાં પોપડા પડે છે અને ઇમારત ખાલી સ્તંભ પર દેખાઈ આવે છે જ્યારે આ ઈમારતના પ્લાસ્ટર સંપૂર્ણ રીતે ઉખડી ગયું છે.

હાલ મહામારીનો કાળ છે અને સ્કૂલ બંધ ચાલુ જેવી પરિસ્થિતિ છે જ્યારે ધોકડવા ગામના વિદ્યાર્થીઓ અને આજુબાજુ ગામના વિદ્યાર્થીઓ આવી જ જર્જરિત સ્કૂલમાં ભણવા મજબૂર બન્યા છે. આ ઈમારતનું સમારકામ, નવું બાંધકામ થાય, હાઈસ્કૂલમાં ઘટતા શિક્ષકોની ભરતી થાય અને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે એવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.

(અહેવાલ સહાભારઃ ધર્મેશ જેઠવા, ઉના