મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સેનાધ્યક્ષ બિપિન રાવત દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) હશે. કેન્દ્ર સરકારે રવિવારે જ સીડીએસ પોસ્ટ માટે ઉંમરની સીમા વધારી દીધી છે. આપને જણાવી દઈએ કે 31 ડિસેમ્બરે સેનાધ્યક્ષ પદ પરથી બિપિન રાવત નિવૃત્ત થઈ રહ્યા છે. રાવતી જગ્યાએ મનોજ મુકુંદ નરવણે નવા આરામી ચીફ બનશે. આપ એ પણ જાણી લો કે સીટીએસનું પદ 'ફોર સ્ટાર' જનરલના સમકક્ષ હશે અને તમામ સેનાઓના પ્રમુખોમાં સૌથી ઉપર હશે.

ઉલ્લેખનીય છે કે રક્ષા મંત્રાલયએ સેનાના નિયમ, 1954માં કાર્યકાળ અને સેવાના નિયમોમાં સંશોધન કર્યું છે. મંત્રાલયએ 28 ડિસેમ્બરની પોતાની અધિસૂચનામાં કહ્યું છે કે, સીડીએસ કે ટ્રાઈ-સર્વિસીસ પ્રમુખ 65 વર્ષની ઉંમર સુધી સેવા આપશે. તેમાં કહેવાયું કે, શરત એ રહેશે કે કેન્દ્ર સરકાર જો જરૂરી સમજે તો જનહીતમાં સીડીએસની સેવા વિસ્તારને વધારી શકે છે. જનરલ બિપિન રાવત, સેના પ્રમુખ પદ્દથી31 ડિસેમ્બરે સેવાનિવૃત્ત થશે. હાલના નિયમો અનુસાર, ત્રણ સેવાઓના પ્રમુખ 62 વર્ષની ઉંમર સુધી કે ત્રણ વર્ષ સુધી સેવા આપી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળએ 24 ડિસેમ્બરે સીડીએસ પોસ્ટ અને તેના ચાર્ટર તથા ડ્યૂટીઝને મંજુરી આપી દીધી હતી. ખાસ વાત એ છે કે સીડીએસ, પદ્દ છોડ્યા બાદ કોઈ પણ સરકારી પદ્દને ગ્રહણ કરવાના તે પાત્ર નહીં રહે.

સીડીએસ ભૂમિસેના, વાયુસેના અને નૌસેનાના એકીકૃત સૈન્ય સલાહકાર હશે. 1999માં બનાવાયેલી કારગીલ સુરક્ષા સમિતિએ આ સંબંધમાં સલાહ આપી હતી. સીડીએસની નિયુક્તિનો હેતુ ભારતમાં સામે આવનારી સુરક્ષાના પડકારોને પહોંચી વળવા ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ વધારવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે ઐતિહાસિક સૈન્ય સુધાની જાહેરાત કરતા કહ્યું હતું કે ભારતની ત્રણેય સેનાના માટે એક પ્રમુખ હશે, જેને સીડીએસ કહેવાશે. પ્રધાનમંત્રીની જાહેરાત બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની અધ્યક્ષતામાં એક કાર્યન્વયન સમિતિની રચના કરવામાં આવી જે સીડીએસની નિયુક્તિના નિયમો વગેરે જવાબદારીઓને અંતિમ સ્વરૂપ આપવાનું કામ કર્યું હતું.