મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ  સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત ગુજરાત ના વિવિધ જિલ્લાઓ તથા તાલુકાઓમાં ચોરી કરતી ચડ્ડી ગેંગના ત્રણ સાગરીતોને પ્રાંતિજ પોલીસે  ઝડપી પાડ્યા હતા અને  ૩૫ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.

પ્રાંતિજ પીએસઆઈ વાઘેલાને પ્રાંતિજ વિસ્તારમાં ચડ્ડી ગેંગ સક્રિય થઇ હોવાની બાતમી મળતા બાતમીદારોનું નેટવર્ક ગોઠવી દીધું હતું. જેમાં સચોટ બાતમી મળી હતી કે ચડ્ડી ગેંગ દાહોદના સરસોડા ગામની હોય તે પૈકી ત્રણ શંકામંદો એન.જી પ્લાન્ટ ગઢોડા ખાતે રહી ત્યા રોડનું કામ કરે છે. તે હકીકત ના આધારે એન.જી.પ્લાન્ટ ખાતે જઇને તપાસ કરતાં ત્રણ શકમંદ ઇસમો (૧) વિજયકુમાર શકરભાઇ બારીયા (૨) મુમેશ રાયસિંગ ભાઇ બારીયા  (૩) મુકેશ દિપાભાઇ પલાસ ત્રણેય રહે. સરસોડા તા.ગરબાડા જી.દાહોદ ના ઓ મળી આવતા તેમની યુકતિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં સદરી ઇસમો ભાંગી પડયા હતાં. એરોના કંપનીમાં થયેલી ચોરી ઉપરોક્ત ત્રણેય ઇસમો તથા પોતાના સાગરિત (૪) પ્રકાશ દિતીયાભાઇ પલાસ (૫) પંકજ મગનભાઈ પલાસ બન્ને રહે. સરસોડા તા. ગરબાડા જી. દાહોદ સાથે ભેગા મળીને એરોના કંપનીની ઓફિસમાંથી રોકડ રૂપિયા -૬, ૦૮, ૦૦૦  નીલૂંટ કરી હોવાની કબુલાત કરતાં આરોપીઓને ૧૭|૯|૨૦૨૦ ના રોજ પકડી ત્રણેય પ્રાંતિજ પોલીસ સ્ટેશનએ પાર્ટ એફ.આઇ.આર નંબર  -૧૧૨૦૯૦૪૧૨૦૧૦૧૧ / ૨૦ ઇ.પી.કો કલમ-૩૯૫ , ૪૫૦ ના કામે પકડી ત્રણેય ઇસમોની ઉંડાણ પુર્વક પુછ-ફરછ કરતાં તેવોએ અન્ય ૩૫ ગુનાઓ ની કબુલાત કરી હતી. જેમાં પ્રાંતિજ, સોલા , વેજલપુર  , પાલડી  , માધુપુરા  , વાડજ  , કાગડાપીઠ, સાંતેજ, સેકટર-૨૧ , કલોલ શહેર  , ચિલોડા  , પાણી ગેટ  , બાપોદ, મકરપુરા, ગોત્રી, માંજલપુર, સાવરકુંડલા ટાઉન, અમરેલી તાલુકો , ગણદેવી  , નડીયાદ રૂલન  સચીન જી.આઇ.ડી.સી  , હિંમતનગર, રાજકોટ-જેતપુર સહિત જગ્યાએથી રાત્રીના સમયે પોતાના બદન ઉપર ચડ્ડી સિવાય બીજું કોઇ કપડું પહેરતા નથી અને ચોરી કરતી વખતે કોઇ આવી જાય અથવા જાગી જાય તો ભાગવામાં તેમજ ઉચી દિવાલ કુદવામા તથા પાસે પથ્થર રાખે છે અને જાગી જાય તો છુટ્ટા પથ્થર મારી ત્યાંથી પલાયન થઈ જાય છે તો પ્રાંતિજ પોલીસ આ ગેંગ ના ત્રણ સાગરીતોને ઝડપી પાડાયા હતાં અને પ્રાંતિજ પોલીસે કુલ-૩૫ ધરફોડ ચોરી નોભેદ ઉકેલવામાં સફળ રહ્યા છે .