મેરાન્યૂઝ નેટવર્ક.શાહજહાંપુર: ગુરુવારે, ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક કથિત ગેંગરેપ પીડિતાએ પોલીસ અધિકારી પર દુષ્કર્મનો ગંભીર આરોપ લગાવ્યો છે. પીડિતાએ જણાવ્યું હતું કે જ્યારે તેણી પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન આવી ત્યારે પોલીસ કર્મચારીએ તેની સાથે આ બધું કર્યું હતું. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર પીડિતાની ફરિયાદ પર પોલીસ મહાનિર્દેશક બરેલી અવિનાશ ચંદ્રાએ પોલીસ કર્મચારી વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે.

દુષ્કર્મ  પીડિતા બુધવારે બરેલીમાં એડીજીને મળી હતી. આ પછી, તેમણે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસના આદેશ આપ્યા છે. જલાલાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 35 વર્ષીય મહિલાએ જણાવ્યું કે તે 30 નવેમ્બરના રોજ ચાલતી મદનપુર જઇ રહી હતી. ત્યારબાદ એક કારમાં પાંચ શખ્સો આવ્યા હતા અને તેને બળજબરીથી કારમાં ખેંચી હતી. આ પછી પાંચે લોકો નજીકના ખેતરમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. આ ઘટના બાદ તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. કોઈક રીતે તેણીએ હિંમત કરી ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશનમાં પહોંચી.

જ્યારે મહિલા તેની ફરિયાદ નોંધાવવા જલાલાબાદ પોલીસ સ્ટેશન ગઈ ત્યારે ત્યાંના એક પોલીસ કર્મચારીએ તેને તેના રૂમમાં લઇ જઇને દુષ્કર્મ ગુજાર્યો હતો. ઘટના બાદ એડીજી બરેલી અવિનાશચંદ્રને મળી હતી. એડીજીએ પોલીસ કર્મચારી વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા હતા. પોલીસ અધિકારી બ્રહ્મપાલસિંહે કહ્યું કે તે પોતે આ મામલાની તપાસ કરી રહ્યા છે અને જો આક્ષેપો સાચા હોય તો કેસ નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવશે.