મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગાંધીનગરના વાવોલમાં રહેતા યુવકે ખોરજ નજીક નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. યુવકના ઘરેથી મળેલી સુસાઇડ નોટ પણ મળી છે. જેમાં એક યુવતીને લાખો રુપિયા આપ્યા છતાં વધુ રુપિયાની માગણી કરતા આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ છે. 

ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદ અનુસાર ગાંધીનગરનાં ન્યુ વાવોલ 303 સંકલ રેસીડેન્સીમાં રહેતા અને વાવોલ મુકામે બ્લુ બેલ એક્ઝોટિકા કોમ્પલેક્ષમાં શાકભાજીનો ધંધો કરતા 28 વર્ષીય વિપુલ ભોગીલાલ પટેલે ખોરજ નર્મદા કેનાલમાં આપઘાત કરીને જીવનનો અંત આણી લીધો હતો. ત્યારે અડાલજ પોલીસની પ્રાથમિક તપાસમાં રૂ.18 લાખનું દેવું થઈ જવાના કારણે યુવાને આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું. બીજી તરફ મૃતકનાં ભાઈ નવનીતે સેકટર 7 પોલીસ મથકમાં સેકટર 4 /સી પ્લોટ નંબર 667/1 માં ભાડાના મકાનમાં રહેતી મૃતકની પ્રેમિકા રીન્કુ ઉર્ફે રીના રમેશભાઈ માલાણી વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરાવી હતી.

Advertisement


 

 

 

 

 

ત્યારે મૃતકના ભાઇ નવનીત તેમજ ભાગીદારોએ રીન્કુ સામે આક્ષેપ કર્યો હતો છે કે, રીન્કુના ડાઇવોર્સ થયેલા છે જેને એક દીકરી પણ છે. જે તેના ભાઈ સાથે સેક્ટર 4માં રહે છે. જ્યારે તેના માતા-પિતા અને બહેન વિદેશમાં રહે છે. વિઝાનાં વ્યવસાય સાથે સંકળાયેલી રીન્કુએ વિપુલને વિદેશથી એક કરોડનું પાર્સલ આવવાનું હોવાનું જણાવ્યું હતું. જેમાં લિક્વિડ કેસ તેમજ ઇલેક્ટ્રોનિકની વસ્તુઓ ભરેલી છે. જેને દિલ્હી ખાતેથી છોડાવવા માટે કસ્ટમ ડયુટી ભરવાની હોવાનું કહી વિપુલ પાસેથી અત્યાર સુધી રૂ. 18 લાખ જેટલી રકમ પડાવી લીધી છે.

વિપુલે એક સ્યુસાઇડ નોટ લખીછે, જેમા જણાવ્યુ છે કે, વારંવાર રીંકુ દ્વારા નાણાની માંગણી કરવામા આવતી હતી. દાગીના અને મિત્રો પાસેથી રૂપિયા લઇને આપવા છતા ભૂખ સંતોષાતી ન હતી. જો વધુ રૂપિયા નહિ આપે સગાઇ તોડી નાખશે, પરિણામે હુ કંટાળી ગયો છુ. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.