મેરાન્યૂઝ નેટર્વક.ગાંધીનગરઃ દિવાળી સમયે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સાંતેજ વિસ્તારમાં એક બાળકીની હત્યા અને બળાત્કારની ઘટના સામે આવી હતી ત્યાર બાદ ગાંધીનગર પોલીસ દ્વારા ગણતરીના દિવસેમાં આરોપી વિજય ઠાકોરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આરોપી વિજય ઠાકોરે એક નહીં પણ ત્રણ બાળકીઓ સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ચોંકાવનારી કબુલાત કરી હતી. આ આરોપીને ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદ ફટકારવામાં આવી છે.

આરોપી સાયકો માનસીકતા ધરાવતો હોવાથી ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસને સૂચના આપી હતી કે જેટલુ શક્ય હોય તેટલુ જલદી આ કેસમાં આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ. ત્યાર બાદ માત્ર 8 દિવસમાં ગાંધીનગર પોલીસ દ્વારા ચાર્જશીટ દખલ કરવામાં આવી અને 14 દિવસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા સુનાવણી કરીને આરોપીને આજીવન કેદની સજા આપવામાં આવી છે.

Advertisement


 

 

 

 

 

ઘટના એવી હતી કે હાલમાં દિવાળીએ નવા વર્ષના દિવસે વિજય ઠાકોર નામના વ્યક્તિએ ગાંધીનગરના સાંતેજ વિસ્તારમાં એક ત્રણ વર્ષની બાળકી ઉપર બળાત્કાર કરીને બાળકીની હત્યા કરી હતી. ત્યાર બાદ ગાંધીનગર પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. વિજય ઠાકોરની ધરપકડ બાદ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા નક્કર પુરાવાના આધારે વિજય ઠાકોરને છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા આપવામાં આવી છે. ગુજરાતના ઈતિહાસમાં આ પ્રથમ કિસ્સો છે જેમાં આરોપીને આટલી જલદી સજા ફટકારવામાં આવી છે.