મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગાંધીનગરના જીઈબી કોલોની ખાતે આવેલી સ્વામિ યોગાનંદ હાઈસ્કૂલ કેમ્પસમાં ડો. તુષાર કે. બારૈયા (ડેન્ટીસ્ટ) અને પર્યાવરણ પ્રેમીઓ તરપથી તેમના જન્મ દિવસ નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શુક્રવારે યોજાયેલા આ કાર્યક્રમમાં મેયર રિટાબેન પટેલ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ થકી વધુ વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવોનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરાયો હતો.