હેમિલ પરમાર (મેરાન્યૂઝ.ગાંધીનગર):આજે ગાંધીનગરમાં ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા દિલ્લીના નાયબ મુખ્યુમત્રી મનીષ સિસોદિયા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચાર કરવા માટે આવ્યા છે. ત્યારે વિદ્યાર્થી નેતા અને એલઆરડી આંદોલન ફેસ યુવરાસિંહ જાડેજા વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે. યુવરાજસિંહ જાડેજા છેલ્લા ઘણા સમયથી યુવાનોના આંદોલનમાં સક્રિય રહ્યા હતા. આજે આમ આદમી પાર્ટીમાં બીજા અમરેલી જીલ્લા કોંગ્રસના અગ્રણી નેતા ઝવેરભાઈ રંધોળિયા દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની હાજરીમાં ગાંધીનગર ખાતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.

Advertisement


 

 

 

 

 

જ્યારે ગુજરાતમાં ડિસેમ્બર 2019માં બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પ્રીલીમ પરીક્ષા યોજાઇ હતી પરંતુ આ ભરતી પ્રક્રિયાનું પેપર લિંક થઈ જવાને કારણે ગુજરાતના યુવાનો અને યુવતીઓએ ગાંધીનગરમાં આંદોલન કર્યું હતું. જેમાં યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થી આગેવાન તરીકે બાદમાં પરિક્ષાથીઓને ન્યાય માટે આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવવાનો પ્રયત્ન કર્યો હતો. આંદોલનને કારણે ગૃહ વિભાગ દ્વારા SITની રચના કરવામાં આવી હતી અને પરિણામે આ ભરતી પરીક્ષાનું પેપર લિંક થયું છે તેવું સાબિત થાય છે અને ભરતી રદ કરવામાં આવી હતી. આજે ગાંધીનગરમાં ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા દિલ્લીના નાયબ મુખ્યુમત્રી મનીષ સિસોદિયા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચાર કરવા માટે આવ્યા છે. ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે.

બીજી બાજુ  અમરેલી જીલ્લા કોંગ્રસના અગ્રણી નેતા ઝવેર રંધોળિયા દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની હાજરીમાં ગાંધીનગર ખાતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. ઝવેર રંધળિયા 30 વર્ષ સુધી કોંગ્રેસમાં જિલ્લા અને પ્રદેશકક્ષાએ સંગઠન તરીકે કામગીરી કરેલી હતી. તેઓ વ્યવસાયે ખેતીકામ કરે અને અભ્યાસમાં b.sc અને વકીલાત ગુજરાત યુનવર્સિટીમાંથી કરેલું છે. અમરેલીનાં લાઠી બાબરા વિધાનસભા અને અમરેલી  લોકસભાની ટીકીટ માગેલી પરંતુ કોંગ્રેસમાં આંતરિક જૂથ બંધીને કારણે ટીકીટ મળી નહોતી.