મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: વાહનમાલિકો પોતાના વાહનને અનોખી રીતે સાચવતા હોવાના અનેક કિસ્સાઓ તમે જોય અને સાંભળ્યા હશે અને સાથે જ તે વાહનના નંબર સાથેનો પ્રેમ પણ જોયો હશે. જેમાં પસંદગીનો નંબર લેવા અને કેટલીકવાર લોકો સામે રૂપિયાનો વટ પાડી દેવા સિલેક્ટિવ નંબર માટે વાહનચાલકો લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખતા હોય છે. આવી જ ઘટના ગુજરાતના પાટનગરમાં સામે આવી છે. જ્યાં એક વાહન માલિકે પસંદગીનો 0001 નંબર લેવા માટે 25 લાખ 45 હજાર રૂપિયાની બોલી લગાવી આ નંબર પોતાને નામ કર્યો હતો. 

Advertisement


 

 

 

 

 

ગાંધીનગર આરટીઓ કચેરીમાં નવી BQ સિરિઝ માટે ઓનલાઇન હરાજી યોજાઈ હતી, જેમાં GJ-18-BQ 0001 નંબર માટે એક વાહનચાલકે અધધ રૂપિયા 25 લાખ 45 હજારની બોલી લગાવી દીધી હતી. આરટીઓમાં લાગેલી બોલી આ પ્રમાણે છે.  GJ 18 BQ 0001 નંબર માટે 25.45 લાખ રુપિયા. GJ 18 BQ 0002 નંબર માટે 51 હજાર,  GJ 18 BQ 0003  માટે 15 હજાર, GJ 18 BQ 0004 માટે 15 હજાર, GJ 18 BQ 0005 માટે 40 હજાર, GJ 18 BQ 0006 માટે  8 હજાર, GJ 18 BQ 0007  માટે 55 હજાર, GJ 18 BQ 0008 માટે 15 હાજર, GJ 18 BQ 0009 માટે 85 હજારની બોલી લાગી હતી.