મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગાંધીનગરના રાંધેજા તેમ જ સેક્ટર 25-26ના વિસ્તારમાં સારી નામના ધરાવતા અને 30 વર્ષથી રાંધેજા ગામમાં કરિયાણાનો ધંધો કરતાં ગુણવંતભાઈ પટેલે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીના વોર્ડ નં. 1માંથી ઉમેદવારી નોંધાવી છે. તેમનું કહેવું છે કે તેઓ અહીં કામગીરી કરીને મતદારોને ખરો વિકાસ શું છે તે બતાવવા માગે છે. ગામની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે કામ કરવા માગે છે. અહીં અપક્ષ ઉમેદવાર અને પક્ષોના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જામે તેમ જોવાઈ રહ્યું છે.

ગુણવંતભાઈનું કહેવું છે કે, રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે ગટરો રોજેરોજ ઉભરાય છે પાણીની સમસ્યા રોજે રોજ ગામમાં ચારે બાજુ ગંદકી, શૌચાલયની કોઈ વ્યવસ્થા નથી. તેમજ ગામમાં બાળકોને રમવા માટેનું રમવા માટેનું ગ્રાઉન્ડ પણ નથી. છેલ્લા ઘણા વર્ષોથી તમામ રાજકીય પક્ષોની સત્તા હોવા છતાં પણ ગામમાં પરિસ્થિતિ જોવા મળી રહી છે. તેમ જ ગામનો વિકાસ આજુબાજુના ગામની દ્રષ્ટિએ બિલકુલ 0% ટકા છે.

તેમણે કહ્યું કે, જો જનતાના સહકારથી જીત મળે તો પોતાના વિસ્તારની પાયાની તમામ સમસ્યાઓ જેવી કે ઉભરાતી ગટરો બિસ્માર હાલતમાં પડેલા રોડ રસ્તા પાણીની સમસ્યાઓનું નિરાકરણ તેમજ ચારે બાજુ પડેલા ગંદકીના ઢગલાને હટાવવાનું કામ તેમજ ગામની તમામ પ્રાથમિક સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે. તેમજ ભ્રષ્ટાચાર મુક્ત વિકાસના કામો કરી ગામને મોડેલ ગામ બનાવવાનું સપનું સાકાર કરવામાં આવશે તેમજ વર્ષો જૂની વિકાસની સળગતી સમસ્યાઓ નું સંપૂર્ણ નિરાકરણ લાવવામાં આવશે. વોર્ડ નંબર 1 ના વિસ્તારમાં ચારે બાજુના ગેટ પર તેમજ મુખ્ય રસ્તા પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે તેમજ નાના બાળકો માટે રમત ગમતનું મેદાન બનાવવામાં આવશે