મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતમાં PUBG Game (PlayerUnknown’s BattleGround) ઘણી ઝડપી પોપ્યુલર થઈ છે. યવાનોમાં આ ગેમને લઈને ઘણો ક્રેઝ છે, પરંતુ આ ગેમની બાળકો અને યુવાનોના માનસ અને શારીરિક વિકાસ પર ખરાબ અસર પડી રહી છે. ગત કેટલાક દિવસોમાં નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેંટલ હેલ્થ એન્ડ ન્યૂરો સાયન્સમાં 120થી વધુ મામલાના રિપોર્ટ કરાયા હતા. જેમાં બાળકોના માનસીક વિકાસ પર ગેમનો વિપરીત પ્રભાવ જોવા મળ્યો હતો.

PUBG એક ગેમ છે જેમાં 100 પ્લેયર્સ પ્લેન દ્વારા એક આયર્લેન્ડ પર ઉતરે છે. અહીં પહોંચી તેમને ત્યાં હાજર અલગ અલગ ઘર તથા સ્થાનો પર જઈને આર્મ્સ, દવાઓ અને કોમ્બેટ માટે જરૂરી ચીજોને કલેક્ટ કરવાની હોય છે. પ્લેયર્સને બાઈક, કાર અને બોટ મળે છે જેથી તે દરેક જગ્યા પર જઈ શકે બીજા ઓપોનન્ટને ગેમમાં મારે તેઓ આગળ વધી શકે છે. 100 લોકોમાં અંત સુધી જીતનાર પ્લેયર ગેમનો વિનર બને છે.

ગત કેટલાક સમયમાં આ ગેમ ભારતમાં ઘણી ઝડપી પોપ્યુલર થઈ છે. હાલમાં આ ગેમની લતના કારણે હજારો યુવાનોના વ્યવહારમાં પરિવર્તન જોવા મળ્યું છે. ચિકિત્સકો મુજબ આ ઘણી ચિંતાજનક બાબત છે કે કોઈપણ ગેમની લતના કારણે હજારો યુવાનોમાં અસામાન્ય વ્યવહારના કેસ સામે આવી રહ્યા છે.

નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેંટલ હેલ્થ એન્ડ ન્યૂરો સાયન્સમાં આવેલા સેંકડો કેસમાં જોવામાં આવ્યું છે કે બાળકોમાં ઉંઘની પરેશાની, હકીકતની જીંદગીથી દૂર રહેવું, કોલેજ અને સ્કૂલથી સતત અબ્સેટ થવું, ગ્રેડ્સ નીચા પડવા અને ગેમ છોડવા પર ગુસ્સો વધવા જેવી સમસ્યાઓ સામે આવી રહી છે. બાળકો આ ગેમમાં ઈન્ટરનેશનલ પ્લેયર્સ સાથે રમવા માટે રાત્રે 3થી 4 વાગ્યા સુધી જાગતા હોય છે. જેનાથી તેમને ઘણી રીતે સ્વાસ્થ્ય સમસ્યાઓ શરૂ થાય છે.

ગેમના જોખમો

મોડી રાત્રી સુધી જાગવાના કારણે યુવાનોનું સ્લીપિંગ પેટર્ન બદલાઈ રહ્યું છે.

સ્લીપીંગ પેટર્ન બદલાવવાથી બ્લડ પ્રેશર અને ડાયાબીટિઝ જેવી સમસ્યાઓનું જોખમ વધી જાય છે.

યોગ્ય ઉંઘ ન લઈ શકવાના કારણે મસ્તિસ્કને નુકસાન પહોંચે છે, જેમાં યાદ શક્તિ ઓછી થવી, એકાગ્રતા ઘટવી, ભણતરમાં નુકસાન, બૌદ્ધીક વિકાસમાં સમસ્યા જેવી ઘણી સમસ્યાઓ વધી રહી છે.

ગેમમાં હથિયારોના પ્રયોગ અને જીવાની જંગના કારણે યુવાનોમાં આક્રમક્તા વધી રહી છે.

બાળકોના સ્વભાવમાં એક અજીબ રીતે ચિડચિડુંયાપણું અને અસંવેદનશિલતા જોવા મળી રહી છે.

ઘણીવાર ખાવા પીવા અને ઉંઘવા જેવી વગેરે આદતોમાં બદલાવના કારણે બાળકોનો શારીરિક વિકાસ પણ રૂંધાય છે.

ક્લિનિકલ સાઈકોલોજીના પ્રોફેસર ડો. મનોજ શર્માના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં બાળકોનું માનસીક અસંતુલન ફક્ત 3થી 4 કેસમાં સામે આવ્યું હતું. પરંતુ સમય સાથે સાથે કેસ વધવા લાગ્યા અને હવે દર મહિને 40થી વધુ કેસ સામે આવી રહ્યા છે. એક કેસના વિશે કહેતા ડોક્ટર મનોજે કહ્યું કે હાલમાં જ 19 વર્ષના બાળકને તેના પેરેન્ટ્સ તેમની પાસે લાવ્યા હતા. તેમણે કહ્યું કે બાળક રાત્રે અંદાજીત 4 વાગ્યા પછી રમવાનું શરૂ કરતો હતો જેથી તે ઈન્ટરનેશનલ પ્લેયર્સ સાથે ગેમ રમી શકે. તે કારણે તેની સ્લિપીંગ પેટર્ન બદલાઈ ગઈ છે. તે બપોરે અંદાજીત 12 વાગે ઉઠતો અને પછી અંદાજીત 8 કલાક સુધી સતત ગેમ જ રમતો રહેતો.