મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં કાયદો તોડો અને પોલીસના ખિસ્સા ભરો નો ખેલ ચાલી રહ્યો છે ખાખી વર્દીમાં રહેલા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ કાયદાનો ડંડો ઉગામી લોકોને ખંખેરતા હોવાની બૂમો ઉઠી છે જીલ્લામાં કાયદો અને વ્યવવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોય તેવું પ્રજાજનો અહેસાસ અનુભવી રહ્યા છે.

અરવલ્લીમાં નદી કિનારે આવેલા ગેસ્ટ હાઉસમાં સાતમ-આઠમનો જુગાર રમવા અને અમદાવાદ થી રૂપલલના લાવી રંગરેલિયા માનવતા શહેરના પ્રતિષ્ઠિત નબીરાઓના ખેલમાં ભંગ પાડી રૂપલલના સાથે ૫ થી વધુ શકુનિઓને ઝડપી પાડી રૂપિયા પડાવવાનો ખેલ ભલભલા ખેરખા માટે પણ અચંબિત કરી દે તે રીતે પૂરો પાડી પીએસઆઈ અને તેની સાથે પોલીસકર્મીઓએ  ૫ લાખ રૂપિયા જેવી માતબર રકમ ખંખેરી લીધા હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ,  જીલ્લાના એક તાલુકા મથકે નદી નજીક આવેલ ગેસ્ટહાઉસ માં જન્માષ્ટમીએ પ્રતિષ્ઠિત નબીરાઓએ જુગાર રમવાની સાથે રાત રંગીન બનાવવા અમદાવાદથી રૂપલલના બોલાવી હતી આ અંગે સ્થાનિક પોલીસ સ્થાનને બાતમી મળતા પીએસઆઈ અને કર્મચારીઓએ રેડ પાડી જુગાર રમતા ૫ જેટલા શખ્શોને રૂપલલના સાથે ઝડપી પાડ્યા હતા અને રૂપલલના કે સ્થાનિક યુવતી અંગે જાણકારી મેળવી રૂપલલનાની માતા ને અમદાવાદ થી બોલવી યુવતીની બદનામીનો ડર બતાવવાની સાથે શકુનિઓ પર સામુહિક દુષ્કર્મ કરવા અંગે સમજાવતા રૂપલલનાની માતા શકુનિઓ પર સામુહિક દુષ્કર્મ કરવાનું જણાવતા જુગારીઓ ની પગ નીચે થી જમીન સરકી ગઈ હતી શકુનિઓનાં હોશકોશ ઉડી જતા પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓએ અસલી રંગ બતાવી કાયદાનું શસ્ત્ર ઉગામવાની સાથે કાગળિયા પર કામગીરી કરતા ફફડી ઉઠેલા શકુનિઓએ રાજકીય દબાણ લાવતા આખરે પોલીસે ૫ લાખ રૂપિયા જેટલી માતબર રકમ ખંખેરી સમગ્ર મામલા પર પડદો પાડી દીધો હતો પોલીસતંત્રની ભ્રષ્ટાચારી નીતિ સામે સ્થાનિક અગ્રણીઓ અને યુવાનોના સોશ્યલ મીડિયામાં આ ઘટના અંગે મેસેજ વાઈરલ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

આ અંગે પોલીસબેડામાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે જીલ્લા પોલીસવડા આ ઘટનાની તપાસ કરી સત્ય હકીકત બહાર લાવે તેવી સભ્ય સમાજમાં માંગ પ્રબળ બની છે બીજીબાજુ પોલીસતંત્રના બની બેઠેલા વહીવટદાર તરીકે જાણીતા પોલીસકર્મીએ પણ મહત્વનો રોલ ભજવ્યો હોય તેવી માહિતી પોલીસ સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી.