મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતીય સેનાના નાયકોને આજે રષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા વીરતા પુરસ્કારથી સમ્માનિત કરાયા હતા, આ દરમિયાન કેટલાક વીરિોને મરણોપરાંત પણ સમ્માન મળ્યું છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત અલંકરણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા. ત્યાં જ ભારતીય વાયુ સેનાના માટે આજનો દિવસ ખુબ ખાસ બની રહ્યો હતો. 27 ફેબ્રુઆરી 2019એ એક પાકિસ્તાની એફ 16 ફાઈટર પ્લેનને હવાઈ યુદ્ધમાં ઢેર કરી દેનારા અને પાકિસ્તાનમાં પાકિસ્તાનીઓ સામે નીડરતાથી ઊભા રહેલા ગ્રુપ કેમ્ટન અભિનંદન વર્ધમાનને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા વીર ચક્રથી સમ્માનીત કરાયા હતા.

Advertisement


 

 

 

 

 

આપને જણાવી દઈએ કે બાલાકોટ એરસ્ટ્રાઈકના સમયે અભિનંદન વાયુસેનામાં વિંગ કમાંડર હતા પરંતુ તેમને હવે પ્રમોટ કરીને ગ્રુપ કેમ્ટન બનાવી દેવાયા છે. નોંધનીય છે કે 14 ફેબ્રુઆરી 2019ના રોજ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પુલવામામાં ફિદાયીન હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થયા હતા. તે જ સમયે, પીએમ મોદીએ આ હુમલાનો જડબાતોડ જવાબ આપવાની જાહેરાત કરી હતી. વાયુસેનાએ 26-27 ફેબ્રુઆરીની રાત્રે પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી. ભારતીય સેનાના હુમલામાં 300થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જે બાદ બીજા દિવસે જ પાકિસ્તાની વાયુસેનાએ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય વાયુસેનાએ તેને ભગાડી દીધા હતા. તે જ સમયે, તત્કાલિન વિંગ કમાન્ડર અભિનંદન મિગ-21 ઉડાવી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પાકિસ્તાનનું F-16 તોડી પાડ્યું હતું. જોકે, બાદમાં અભિનંદનનું પ્લેન પણ પાકિસ્તાનની સીમામાં ક્રેશ થયું હતું, જે બાદ તેને પાકિસ્તાનીઓએ તેમને પકડી સેનાને સોંપતા સેનાએ પકડી લીધા હતા. ભારતના દબાણમાં પાકિસ્તાને અભિનંદનને લગભગ 60 કલાક બાદ છોડી મૂક્યા હતા. જે બાદ સમગ્ર દેશમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

પત્ની અને માતાના હાથમાં અપાયું શહીદ સોમવીરનું શૌર્ય ચક્ર

શહીદ નાયબ સુબેદાર સોમવીરને જમ્મુ અને કાશ્મીરમાં એક ઓપરેશન દરમિયાન A++ શ્રેણીના આતંકવાદીઓને મારવા બદલ મરણોત્તર શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. તેમની પત્ની અને માતાએ રાષ્ટ્રપતિના હસ્તે સન્માન મેળવ્યું હતું. સન્માન મેળવતી વખતે બંને ભાવુક થઈ ગયા હતા. પાંચ આતંકવાદીઓને ઠાર કરનારા મેજર વિભૂતિ શંકર ધુંડિયાલને પણ મરણોત્તર શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિએ તેમની માતાને આ એવોર્ડ અર્પણ કર્યો હતો. કોર્પ્સ ઓફ એન્જિનિયર્સ સેપર પ્રકાશ જાધવને મરણોત્તર કીર્તિ ચક્ર, શાંતિ સમયનો બીજો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જાધવે જમ્મુ-કાશ્મીરમાં એક ઓપરેશન દરમિયાન આતંકીઓને ભગાડી દીધા હતા.

Advertisement


 

 

 

 

 

પૂર્વ આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ (નિવૃત્ત), એન્જિનિયર-ઈન-ચીફ લેફ્ટનન્ટ જનરલ હરપાલ સિંહ, સધર્ન નેવલ કમાન્ડર વાઈસ એડમિરલ અનિલ ચાવલાને પરમ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ઈસ્ટર્ન એર કમાન્ડર એર માર્શલ દિલીપ પટનાયકને અતિ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.