મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: રાજકોટના માર્ગ પર ફરતા ઇજાગ્રસ્ત ગજરાજનું વનવિભાગે રેસ્કયુ કરાયું હતું. મંજૂરી વગર પ્રાણીઓને રાખ્યા હોવાનું વન વિભાગને જાણ થતા કાર્યવાહી હાથ ધરાઈ હતી. વન વિભાગની તપાસમાં હાથી ઇજાગ્રસ્ત માલૂમ પડતાં સારવાર માટે ખસેડાયો હતો.

રાજકોટના માર્ગ પર ફરતા ઇજાગ્રસ્ત ગજરાજનું વનવિભાગે રેસ્કયુ કર્યું છે. હાલ શ્રાદ્ધનો મહિનો શરૂ હોય અને સાધુઓ શહેરમાં ગજરાજ સાથે દાન દક્ષિણા એકત્ર કરતા હોય છે. ત્યારે મંજૂરી વગર પ્રાણીઓને રાખ્યા હોવાનું વન વિભાગને જાણ થતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વન વિભાગની તપાસમાં હાથી ઇજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું હતું. તો હાથીના પીઠ પર દાઝ્યાના નિશાન પણ મળી આવ્યા છે. જેને પગલે વન વિભાગે ગજરાજનું રેસ્ક્યુ કરીને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.