મેરાન્યૂઝ નેટવર્ક.મહારાષ્ટ્ર: હાથીઓને સૌથી બુદ્ધિશાળી પ્રાણી માનવામાં આવે છે. તેઓ અન્ય પ્રાણીઓ કરતા વધુ હોશિયાર હોય છે અને તેઓ મનુષ્યની નકલ સરળતાથી કરી શકે છે. આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જ્યાં હાથીઓએ મગજ લગાવીને  લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રૂપા નામનો એક હાથી પાણી પીવા માટે તેની સૂંઢથી હેન્ડપંપનો ઉપયોગ કરતો જોવા મળી રહ્યો છે.

આ ઘટના મહારાષ્ટ્રના ગડચિરોલી જિલ્લાના કમલાપુર એલિફન્ટ કેમ્પની છે. વન અધિકારીઓએ કહ્યું કે હાથીઓને પાણી પીવા માટે તળાવ છે પરંતુ હાથી રૂપાને પાણી પીવા માટે હેન્ડપંપનો ઉપયોગ કરવાની ટેવ છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે હાથી હેન્ડપંપ નજીક આવ્યો અને હેંડ પંપને તેની સૂંઢ વડે ચલાવવા લાગ્યો. પાણી આવ્યા પછી તેણે હેન્ડપંપ ચલાવવું બંધ કરી અને આનંદથી પાણી પીવાનું શરૂ કર્યું. આ 25 સેકંડની વિડિઓ ઝડપથી ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

Advertisement


 

 

 

 

 

આ વીડિયો અન્ય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કરવામાં આવી રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે હાથીનો આવો વીડિયો સામે આવ્યો હોય. અગાઉ તરસ છીપાવવા માટે હાથીએ સૂંઢ થી પાઇપ ઉપાડ્યો હતો અને મોં લગાવી  પાણી પીધું હતું.